હાલ માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 2 વર્ષીય બાળકનું સોસાયટીના થાંભલા સાથે કરંટ(current) લાગવાથી કરુણ મોત નીપજ્યું હતું. ઘર આંગણે જ બાળકનું મૃત્યુ થતા માતા-પિતા માથે આભ તૂટી પડ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, અનિલભાઈ મેઘવાલભાઈ(27) બનાસકાંઠાના બાબા રામદેવ મંદિર પાછળની ગલીમાં તેમની પત્ની તેમજ દીકરા સિધ્ધરાજ સાથે રહેતા હતા. તેઓ મજૂરી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. માતા-પિતા બંને ઘરોની આરસીસી છત ભરવાના કામો કરતા હતા. આ દરમિયાન સિધ્ધરાજ એક દિવસ તેમના સોસાયટીના મિત્રો સાથે રમતો હતો.
તેની માતા ઘરમાં ભોજન બનાવી રહી હતી, તેમજ ટીના પિતા કામ પર ગયા હતા. ત્યારે માસુમ દીકરો મિત્રો સાથે રંગવા બહાર ગયો હતો અને તે સમયે વરસાદ વરસી ગયો હતો. જેના કારણે વીજપોલના થાંભલા પણ પલળીયા હતા અને તેના ટેન્શનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તે સમયે બાળક રમી રહ્યો હતો અને અચાનક જ તેણે રમતા રમતા વિશપોલના થાંભલા ને અડી ગયો હતો અડધા જ તેને ખૂબ જ જોરદાર કરંટ લાગ્યો હતો.
ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને તેના મિત્રો બુમા બુમ કરી રહ્યા હતા. જેના કારણે તેમની માતા તરત જ ઘરની બહાર આવી હતી. ત્યારબાદ બાળકને તાત્કાલિક પણે પાલડી એમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ કરંટ લાગવાની થોડી સમયમાં જ થઈ ગયું હતું. જેના કારણે ડોક્ટર હોય સિધ્ધરાજને મૃત જાહેર કર્યો હતો.
પોતાના એકના એક દીકરાને આમ પોતાની નજર સામે મૃત્યુ પામતા જોઈ માતાની હાલત ખુબ જ કફોડી બનવા પામી હતી. તેમજ પિતા પણ આઘાતમાં સરી પડ્યા હતા. ઘટનાને પગલે સમર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.