માનતા પૂરી કરવામાં બરાબરનો ફસાયો યુવક, કલાકો સુધી તળફળિયા મારતો રહ્યો છેવટે… જુઓ વિડીયો

દરેક લોકો પોતાના અટકેલા કામો પૂર્ણ થાય તે માટે પોતાના દેવી-દેવતાઓની માનતા રાખતા હોય છે. તેમજ તે માનતા પૂર્ણ થતા લોકો અવનવા કાર્યો કરતા હોય…

દરેક લોકો પોતાના અટકેલા કામો પૂર્ણ થાય તે માટે પોતાના દેવી-દેવતાઓની માનતા રાખતા હોય છે. તેમજ તે માનતા પૂર્ણ થતા લોકો અવનવા કાર્યો કરતા હોય છે. ત્યારે હાલ આવી જ એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં અમરકંટક(Amarkantak) પવિત્ર નર્મદા નદી (Narmada river)નું ઉદ્ગમ સ્થાન છે. આ નર્મદા તટ પર અનેક મંદિર છે. આ મંદિરોમાં આવીને લોકો માનતા માને છે. એવી માન્યતા છે કે, માનતા પૂરી થયા બાદ લોકો હાથીની મૂર્તિની નીચેથી નીકળે છે. આ દરમિયાન ઘણા લોકો ફસાઈ પણ જાય છે. ત્યારબાદ લોકો ના અહીંયા ના અને ના ત્યાંના રહી જાય છે. અમરકંટક મંદિરનો એક એવા જ વીડિયો હાલ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, હાથીની મૂર્તિની નીચેથી નીકળતી વખતે એક યુવક ત્યાં ફસાઈ જાય છે. મળતી માહિતી અનુસાર, માનતા પૂર્ણ થયા બાદ એક યુવક હાથીની મૂર્તિની નીચેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન યુવક હાથીની મૂર્તિની વચ્ચે ફસાઈ જાય છે. વચમાં ફસાઈ ગયા બાદ તેને નીકળવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. ત્યારબાદ તે અન્ય લોકોની મદદ માંગે છે. ત્યારે આસપાસના લોકો યુવકની મદદ કરવા માટે આવે છે.

ત્યારબાદ ત્યાં હાજર લોકો તેને સલાહ આપે છે કે કઈ રીતે ત્યાંથી નીકળે. શરીરના અલગ-અલગ હિસ્સાઓને દબાવવા માટે લોકો સલાહ આપી રહ્યા હતા. ફસાયા બાદ યુવક બહાર નીકળવા માટે તડપી રહ્યો હતો. કલાકોની મહેનત બાદ યુવક મૂર્તિની નીચેથી નીકળી શક્યો. ફસાવા દરમિયાન તેનો શ્વાસ અટકી ગયો હતો. 5 ડિસેમ્બરના રોજ ચુરુમુરી નામના એક ટ્વિટર હેન્ડર પરથી આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. થોડાં કલાકોમાં જ આ વીડિયોને બે લાખ કરતા વધુ લોકોએ જોયો છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

જાણવા મળ્યું છે કે, અમરકંટક મંદિરમાં હાથી અને ઘોડાની મૂર્તિ છે. વર્ષોથી અહીં પરંપરા ચાલી આવી રહી છે કે, માનતા પૂર્ણ થયા બાદ અહીં લોકો નીચેથી પસાર થાય છે. આ સાથે જ મંદિરને લઈને અનેક દંતકથાઓ પણ છે. અવાર નવાર હાથીની મૂર્તિની નીચે લોકો ફસાતા રહે છે. અગાઉ પણ ઘણા વીડિયો વાયરલ થયા છે. હાલ, લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ જ શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *