મહેસાણા(Mehsana): જીલ્લાના વડસ્મા (Vadasma)ની કોલેજમાં વિદ્યાર્થિનીના મૃત્યુ મામલે મોટો ધડાકો થયો છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, સાથે અભ્યાસ કરતા પ્રણવ નામના વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થિનીની હત્યા (Student’s murder) કરવામાં અવી હતી. પ્રેમ સંબધ રાખવા દબાણ કરી લેબોરેટરીમાં વિદ્યાર્થિનીની હત્યા કરી આરોપી વિદ્યાર્થી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા પ્રણવ ગાવિત નામના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર ઘટના?
સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો વલસાડના ઉમરગામ તાલુકાના કછી ગામની 21 વર્ષીય તિતિક્ષા પટેલ વડસ્મા પાસે આવેલી શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી રહી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. આ યુવતી થોડા દિવસો અગાઉ કોલેજમાંથી ગુમ થઈ ગઈ હતી અને તેની સાથે કોલેજનો જ એક યુવક પણ ગુમ થઈ ગયો હતો. જેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
લેબોરેટરી બિલ્ડીંગમાંથી મળી આવ્યો યુવતીનો મૃતદેહ:
વધુમાં જણાવી દઈએ કે, ત્યારે કોલેજના નવા બની રહેલા લેબોરેટરી બિલ્ડીંગમાંથી બે દિવસ પહેલા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોક્ટરોની મદદ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પ્રેમ પ્રકરણમાં બનાવ બન્યો હોવાનું અનુમાન:
મૃતદેહ મળવા અંગે લાંઘણજના PSI આર.જી.ચૌધરીએ જણાવતા કહ્યું હતું કે, મૃતદેહ મળવા પાછળ અત્યારે પ્રેમ-પ્રકરણ હોવાનું જણાઈ રહ્યું છે અને વિદ્યાર્થિની સાથે અભ્યાસ કરનારો યુવક ફરાર છે. અત્યારે યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયની અંદર ઘટનાનો ભેદ ઉકેલાઈ જશે.
હત્યારો પ્રણવ ગુમ:
અત્રે ઉલ્લેખનીય છે કે, તિતિક્ષાનો મૃતદેહ મળ્યો ત્યારથી તેની સાથે અભ્યાસ કરતો પ્રણવ નામનો વિદ્યાર્થી ગુમ હતો જેને શોધવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, મૃતક તિતિક્ષા અને જેના પર આરોપ થઈ રહ્યા છે તે પ્રણવ નામનો વિદ્યાર્થી વલસાડ જિલ્લાના જ રહેવાસી છે અને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે પ્રણવે જ તિતિક્ષાની હત્યા કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.