પાટણના ચાણસ્મા નજીક સર્જાયો ભયંકર ત્રિપલ અકસ્માત- ઈકો, પીકઅપ વચ્ચે ટ્રેક્ટર આવી જતા ટુકડે ટુકડા થઇ ગયા

Accident in Patan: પાટણ (Patan) જિલ્લાના ચાણસ્મા (Accident in Chanasma Patan) તાલુકાના કંબોઈ નજીક આવેલ નારણપુરાના પાટીયા નજીક કાળજું કંપાવી દે તેવો ત્રીપલ અકસ્માત (Triple…

Accident in Patan: પાટણ (Patan) જિલ્લાના ચાણસ્મા (Accident in Chanasma Patan) તાલુકાના કંબોઈ નજીક આવેલ નારણપુરાના પાટીયા નજીક કાળજું કંપાવી દે તેવો ત્રીપલ અકસ્માત (Triple accident in Patan) સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર અને પીકઅપ તથા ઈક્કો વચ્ચે ભયંકર રીતે અકસ્માત થયો હતો. જેમાં પીકઅપની ટક્કરથી ટ્રેક્ટરના ત્રણ ટુકડા થઇ ગયા હતા. ગમખ્વાર અકસ્માતમાં ઈક્કો કાર વચ્ચે આવી જતાં ઈક્કો કાર બંન્નેને અથડાઈ ચોકડીઓમાં ખાબકી હતી. જેને લઈ ઈક્કો કારમાં સવારમાં અને દિકરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન દિકરાનું કરુણ મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, ગત રોજ મંગળવારના સાંજના સુમારે આઠ વાગ્યાના સમયે ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામ પાસે આવેલા નારણપુરાના પાટીયા પાસે કાળજું કંપી ઉઠે તેવો ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલક સોઢવ બાજુ જઈ રહ્યો હતો. તેની પાછળ પીકઅપ આવી રહ્યું હતું અને હારીજ બાજુથી મહેસાણા બાજુ ઈક્કો કાર જઈ રહી હતી. જેમાં પીકઅપ ચાલકે ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતાં ઈક્કોને ધડાકા સાથે જોરદાર ટક્કર મારી હતી. જેમાં ટ્રેક્ટર ઈક્કો અને પીકઅપ વચ્ચે આવી જવાને કારણે ટ્રેક્ટરના ટુકડે ટુકડા થઇ ગયા હતા.

વાત કરવામાં આવે તો ઈક્કો કાર અને પીકઅપ રોડની સાઈડમાં ચોકડીઓમાં પડ્યાં હતા. જેમાં ઈક્કોમાં સવાર અને ચાલક મહેશભાઈ તથા તેમની માતા મેધાબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલીક સ્થાનીક લોકોની મદદથી 108 માધ્યમથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં મહેશભાઈનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. જેથી મહેશભાઈની માતા મેધાબેને ચાણસ્મા પોલીસ મથકે પીકઅપ ચાલક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

મહત્વનું છે કે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર અને ભયંકર હશે, કારણ કે આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટરના ટુકડે ટુકડા થઇ જાય છે. અકસ્માતના આ દ્રશ્યો ખુબ જ ભયંકર છે. દુઃખની વાત તો એ છે કે, અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *