સુરેન્દ્રનગરમાં કુદરતનો કહેર! યુવકના માથે વીજળી પડતા નીપજ્યું કમકમાટીભર્યું મોત- ‘ઓમ શાંતિ’

સુરેન્દ્રનગર(Surendranagar): રાજ્યમાં એક બાદ એક માવઠાની આગાહી (Mawtha forecast) હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવે છે. ઉનાળાની શરૂઆત સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર ઠેર અનેક શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવે સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લાના પાટડી (Patdi) તાલુકાના નાવીયાણી (Naviyani) ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડવાને કારણે 29 વર્ષના પ્રવીણભાઈ કાળુભાઇ ઠાકોર નામના યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

મળતી માહિતી અનુસાર પાટડી તાલુકાના નાવીયાણીની સીમમા એરંડા ભરતા સમયે વીજળી ત્રાટકી હતી. જેમાં આ યુવાનનું અકાળે મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ત્યારબાદ એને બેચરાજી તરફ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ એનુ કરૂણ મોત નીપજ્યું હતુ. જેમાં મૃતક પ્રવીણભાઈ કાળુભાઇ ઠાકોર મેરા રોડ પર આવેલા તેના ખેતરમાં પરીવાર સાથે એરંડા ભરી રહ્યા હતા. ત્યારે આ ચકચારી ઘટના બની હતી.

ગુજરાતમાં ગત ઘણા સમયથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ફરી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો વાત કરીએ તો આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમાનથ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે આવતીકાલે એટલે કે 4 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદ ખાબકી શકે છે, તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

5 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની શક્યતા છે, તેમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 6 મેના રોજ વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, રાજકોટમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *