અમદાવાદમાં ફરી એક વખત મહેકી માનવતા, બ્રેઈનડેડથી મૃત્યુ પામનાર 25 વર્ષીય મુસ્લિમ યુવકનું હદય ઇન્દોરમાં 52 વર્ષની વ્યક્તિમાં ધબક્યું

અમદાવાદ(Ahmedabad): સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કચ્છના 25 વર્ષીય મુસ્લિમ યુવકને બ્રેઇન ડેડ(Brain Dead) જાહેર કરાયા બાદ તેના હૃદય (Heart)નું ઇન્દોર (Indore)ના 52 વર્ષીય બેંક કર્મચારી શૈલેન્દ્રસિંગ નામના વ્યક્તિમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

સામાન્ય રીતે મુસ્લિમ સમાજમાં રૂઢિચુસ્ત માન્યતાને કારણે અંગદાન કરાતા નથી, પરંતુ સિવિલની કાઉન્સેલિંગ ટીમના પ્રયાસથી યુવકના પરિવારનું હૃદય પરિવર્તન થતાં અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય લઈ મુસ્લિમ પરિવાર દ્વારા અંગદાન કરાયું હોવાનો અમદાવાદમાં પ્રથમ અને રાજ્યનો બીજો કિસ્સો બન્યો છે. જે ખરેખર પ્રેરણાદાયી કિસ્સો છે.

અમદાવાદનો આ પ્રથમ કિસ્સો:
મુસ્લિમ વ્યક્તિના અંગદાનનો સિવિલ અને અમદાવાદમાં આ પ્રથમ કિસ્સો છે. મળતી માહિતી અનુસાર, 25 વર્ષીય મુસ્લિમ પરિવારનો યુવક કચ્છમાં ગલ્લો ચલાવે છે. 22 એપ્રિલના રોજ રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેથી 23 એપ્રિલે સિવિલમાં લવાયો હતો. તેને વેન્ટિલેટર પર રાખીને બચાવવાના પ્રયાસ કર્યા બાદ 25 એપ્રિલે બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેથી મુસ્લિમ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

સમયસર ટ્રાન્સપ્લાન્ટ થતાં જીવ બચ્યો:
સામાન્ય રીતે મુસ્લિમ સમાજમાં રૂઢિચુસ્ત માન્યતાને લીધે અંગદાન કરાતું નથી, પરંતુ હોસ્પિટલની કાઉન્સેલિંગ ટીમે અંગદાન વિશે સમજાવવા યુવકના પિતા પુત્રનાં અંગોનું દાન કરવા તૈયાર થયાં હતાં. ડોકટરના જણાવ્યા અનુસાર, શૈલેન્દ્રસિંગના હૃદયનું પમ્પિંગ 25 ટકાથી ઘટી 10 ટકા થઈ ગયું હતું. જોકે તેમનું સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યું હતું અને તેમનો જીવ બચી ગયો હતો.

મુસ્લિમ સમાજમાં રૂઢિચુસ્ત માન્યતાને લીધે અંગદાન કરાતું ન હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં અગાઉ ત્રણ મુસ્લિમ દર્દીને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ અંગદાન માટે તેમના પરિવારનું કાઉન્સેલિંગ કરાયું હતું, જેમાંથી બે પરિવારે તો અંગદાન માટે સ્પષ્ટ ના પાડી હતી. તેથી આ મુસ્લિમ પરિવારે કરેલું અંગદાન મુસ્લિમ સમાજ માટે પ્રેરણાદાયી કિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *