Donation of both eyes of a 4-year-old girl in Rajkot: અંગદાન એજ મહાદાન તે કહેવત આજે રાજકોટમાં સાબિત થઈ છે. માત્ર 4 વર્ષની બાળકીની બે ચક્ષુઓનું દાન કરી પરિવારે માનવતાની મહેક ફેલાવી છે.ડેંગ્યુના કારણે માત્ર બે દિવસની સારવાર પછી મૃત્યુ પામનારી 4 વર્ષની એકની એક માસૂમ પુત્રીની આંખોનું પરિવારે દાન કરતા રાજકોટમાં સૌથી નાની બાળકીના ચક્ષુદાનનો પ્રથમ કિસ્સો નોધવામાં આવ્યું છે.ચાંદીના કારખાનામાં મજૂરી કામ કરતા બાળકીના(Donation of both eyes of a 4-year-old girl in Rajkot) પિતાએ માત્ર ગણતરીના કલાકોમાં આ નિર્ણય લઈ એક વ્યક્તિના જીવનમાં રોશની ફેલાવી હતી.
રિયાના કાઉન્ટ વધારે માત્રામાં ઘટી ગયા હતા
રાજકોટના ભાવનગર રોડ પર રાજમોતી ઓઈલ મિલ પાસે મયૂરનગર શેરી નં.3માં રહેતા મનીષભાઇ ખીમજીભાઇ બદરખિયાની પૌત્રી રિયા ચેતનભાઇ બદરખિયા ઉમર 4 વર્ષને ગત સોમવારે અચાનક તાવ આવતા તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં તેને ડેંગ્યુ પોઝિટિવ આવતા મજૂરી કામ કરતા પરિવારે તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. માસૂમ પૌત્રી રિયાના કાઉન્ટ વધારે માત્રામાં ઘટી જતા સિવિલ હોસ્પિટલના ડોકટરે તેમને ICUમાં દાખલ કરી ઓક્સિજનના બાટલા ચડાવવા સહિતની સારવાર કરી હતી.
રિયાએ પરિવારને રડતો મૂકી અનંતની વાટ પકડી
પરિવારની માસૂમ દીકરી રિયાની સારવાર કારગત ન નીવડતા બુધવારે સવારે માસૂમ રિયા પરિવારને રડતા મૂકી અનંતની યાત્રાએ નીકળી પડી છે. અચાનક આવેલા આઘાતમાં પરિવારે માસૂમ રિયાની આંખોથી અન્ય એક વ્યક્તિના જીવનમાં રોશની ફેલાવવા વિચાર કરી જનકલ્યાણ ટ્રસ્ટના ઉમેશભાઇ મહેતાનો સંપર્ક કરતા ટ્રસ્ટના ઉમેશભાઇ મહેતાએ માત્ર એક કલાકમાં તમામ વ્યવસ્થા ગોઠવી રિયાની આંખોનું દાન કરાવ્યું હતું.
આઈસીયુમાં દાખલ હતી અને આંચકી ઊપડી હતી
પરિવારજન ચિરાગભાઈએ જણાવ્યું છે કે, ચિરાગભાઈએ જણાવ્યું છે કે, રિયાને તાવ આવ્યો હતો અને સામાન્ય ડોક્ટર પાસે દવા લીધી હતી. તે પછી તબિયત પણ સુધરી ગઈ હતી. પરંતુ ગયા મંગળવારે તબિયત ફરી બગડતાં એ જ ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ પછી અમને ગુંદાવાડીમાં ડોક્ટર પાસે લઈ જવા કહ્યું હતું.
ત્યાં લઈ જતા ફરી રિપોર્ટ કર્યો અને ત્યાંથી ડોક્ટરે સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં પણ ડોક્ટરોએ તાત્કાલિક સારવાર કરી હતી. પરંતુ વધુ તબિયત બગડતા ICUમાં દાખલ કરવામાં આવી હતી. તે પછી આંચકી ઊપડતા વધુ તબિયત બગડી હતી. બાદમાં તેનું નિધન થયું હતું. બાળકીના ચક્ષુદાનનો નિર્ણય તેના દાદા, પિતા સહિત પરિવારે લીધો હતો.
4 વર્ષની દીકરીના ચક્ષુદાનનો પ્રથમ કિસ્સો
જનકલ્યાણ ટ્રસ્ટમાં અત્યાર સુધીમાં 10 વર્ષથી વધુ વયના 363 જેટલા લોકોના ચક્ષુદાન કરાવવામાં આવ્યા છે. પરંતુ માત્ર 4 વર્ષની દીકરીની ચક્ષુદાનનો કિસ્સો પહેલો અને અન્યો માટે પ્રેરણાદાયી બન્યો છે. બદરખિયા પરિવારને આ ઘટનાથી ન પૂરી શકાય તેવી ખોટ તો પડશે, પરંતુ તેમના આ નિર્ણયથી અન્ય એક અંધ વ્યક્તિના જીવનમાં રોશની પથરાઇ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube