વૃદ્ધાશ્રમમાં ૭૦ વર્ષીય વૃદ્ધ વ્યક્તિને ૬૫ વર્ષની મહિલા સાથે થયો પ્રેમ, બાકીનું જીવન સાથે જીવવા કર્યા લગ્ન

કહેવાય છે કે પ્રેમ અંધળો હોય છે. પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, આવું જ એક ઉદાહરણ પશ્ચિમ બંગાળમાં(West Bengal) જોવા મળ્યું છે. જ્યાં એક વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધ દંપતીને એટલો પ્રેમ થઈ ગયો કે હવે તેઓ બાકી રહેલું જીવન સાથે વિતાવવા માંગે છે. આ કપલનું નામ સુબ્રત સેનગુપ્તા(Subrata Sengupta) અને અપર્ણા ચક્રવર્તી(Aparna is Chakravarti) છે. જેઓ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તમને જણાવી દઈએ કે સુબ્રતની ઉંમર ૭૦ વર્ષ અને અપર્ણા ની ઉમર ૬૫ વર્ષ છે.

સુબ્રત સેનગુપ્તા અને અપર્ણા ચક્રવર્તી બંને અપરિણીત છે.તમામ બંધનો અને રૂઢિવાદી વિચારને તોડી સુબ્રતા અને અપર્ણાએ તેમના જીવનમાં પ્રથમ વખત લગ્નના બંધનમાં એક થવાનું નક્કી કરી લીધું છે,આ દંપતીએ ગયા અઠવાડિયે કાયદેસર રીતે લગ્ન કરી લીધા છે.

સુબ્રત સેનગુપ્તા રાજ્ય પરિવહન નિગમના કર્મચારી હતા તેઓએ આ કામ માંથી નિવૃત્તિ લીધી હતી.તેઓ કહે છે કે હું રાણાઘાટ સબડિવિઝનના ચકદાહમાં મારા ભાઈના પરિવાર સાથે રહેતો હતો, પરંતુ બે વર્ષ પહેલાં,મને તેમના પરિવારમાં બોજ લાગતો હતો,પછી મેં મારું બાકીનું જીવન વૃદ્ધાશ્રમમાં વિતાવવાનું નક્કી કર્યું.

એ સમયે, અપર્ણા કોલકાતામાં એક પ્રોફેસરના ઘરે કામ કરતી હતી.તેને લગભગ ૫ વર્ષ પહેલા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી.અપર્ણાજી કહે છે કે હું મારા માતાપિતાના ઘરે પરત ફરવા માંગતી હતી,પરંતુ પરિવારે મને સ્વીકારવાની ના પાડી દીધી હતી. મારી બચતના આધારે હું વૃદ્ધાશ્રમમાં ગઇ અને મારા છેલ્લા શ્વાસ સુધી આ સ્થળે રહેવાનું નક્કી કર્યું.અંતે મને પ્રેમ થઇ ગયો અને અમે અઠવાડિયે કાયદેસર રીતે લગ્ન કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *