અંધારામાં ટ્રેક્ટરની પાછળ પુરપાટ ઝડપે કાર ઘુસી જતા કાર ચાલકનું મોત- જાણો ગુજરાતમાં ક્યા બની કાળજું કમાવતી ઘટના

ગાંધીનગર(ગુજરાત): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે. ત્યારે ગાંધીનગર(Gandhinagar)ના માણસા(Mansa) તાલુકાના રાઠોડ પાલડી(Paldi) નજીક રાત્રીના અંધકારમાં ટ્રેક્ટર ટ્રોલી(Tractor trolley)ની પાછળ કાર ઘૂસી જતાં અમદાવાદ(Ahmedabad)ના 42 વર્ષીય ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ગંભીર હાલતમાં માણસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે માણસા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ન્યુ રાણીપ અરિહંત પ્લાઝાના 42 વર્ષીય દરજી મિતેશ ગીરીશભાઈ અને તેનો મિત્ર ચંદ્રેશ દરજી માણસા તાલુકાના કુકવાડા ગામે કામ અર્થે ગયા હતા. રાઠોડ પાલડી ગામના પાટીયા નજીક રાત્રીના સમયે એક ટ્રેક્ટર ટ્રોલી જઈ રહી હતી.

રાત્રીના સમયે અંધારું બહુ હોવાથી મીતેશ દરજીને આગળ જઈ રહેલું ટ્રેકટર દેખાયું નહિ અને પૂરપાટ ઝડપે ટ્રોલીમાં ઘુસાડી દીધી હતી. જેનાં કારણે કારમાં સવાર બન્ને મિત્રોને ગંભીર ઈજાઓ થઇ હતી. આ અકસ્માત સર્જાતા રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ત્યારબાદ બન્નેને માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મીતેશ દરજીને છાતીના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ચંદ્રેશને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે માણસા પોલીસ દ્વારા ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *