અવારનવાર ઘણી લવ સ્ટોરી(Love story) સામે આવતી રહે છે. ત્યારે હાલ આવી જ એક ચોકાવનારી લવ સ્ટોરી સામે આવી છે. જેમાં માત્ર 22 વર્ષીય યુવતી 55 વર્ષીય આધેડને દિલ દઈ બેઠી છે. તેમજ બંને વચ્ચે પ્રેમ થતા તેઓએ હાલ લગ્ન પણ કરી લીધા છે. તો ચાલો વધુ જાણીએ….
જાણવા મળ્યું છે કે, આલિયા અને રફીકની પ્રથમ મુલાકાત એક ઓટો રિક્ષામાં થઈ હતી. આ દરમિયાન આલિયા રફીકને સારી રીતે જાણતી પણ ન હતી. તેમજ પહેલી જ વારમાં બંને વચ્ચે ઝઘડો પણ થઈ ગયો હતો. ત્યારે આ જગડાએ એટલું ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું કે, આલિયાએ રફીક ને થપ્પડ પણ મારી દીધી હતી. આ પછી એક દિવસ રફીકે આલિયાને પોતાના હાથે મટન બનાવીને ખવડાવ્યું હતું. જેના પર આલિયાનું દિલ આવી ગયું હતું અને આખી બાજી પલટાઈ ગઈ હતી.
બંનેની ઉંમર વચ્ચે 33 વર્ષનું અંતર છે. હાલ આ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર જ્યારે બંને વચ્ચે પ્રથમ વારમાં જ ઝઘડો થયો ત્યારે આલિયા રિક્ષામાંથી ઉતરી અને તેના ઘર તરફ જઈ રહી હતી. આ દરમિયાન રફી કે તેનો પીછો કર્યો હતો. આ સિલસિલો ઘણા દિવસો સુધી યથાવત રહ્યો હતો. ત્યારે રફીકે આલિયાને નોકરીની વાત કરતા જણાવ્યું હતું કે, હું સારામાં સારું ખાવાનું બનાવી શકું છુ. આ ઉપરાંત ઘરના દરેક કામ પણ હું કરી શકું છુ.
ત્યારે આલિયાએ રફીકને પોતાના ઘરમાં નોકરી આપી હતી. આ અંગે આલિયાએ જણાવ્યું છે કે રફીકે પ્રથમ દિવસે જ ખાસ મટન હાંડી બનાવી હતી અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હતી. જેના કારણે મને રફીક સાથે પ્રેમ થઈ ગયો હતો. વધુમાં તેણે જણાવ્યું છે કે રફીક જેવું ખાવાનું બીજા કોઈથી ન બને. ત્યારે રફીક ઘરનું કામ સંભાળે છે અને આલિયા ઓનલાઇન બિઝનેસ કરે છે. આ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ઘટના પાકિસ્તાનમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.