અંધશ્રદ્ધામાં આંધળા ન બનો! આ પરિવાર સાથે જે થયું તે જાણીને હચમચી જશો, ભૂવા સામે નોટોના ઢગલા કર્યા અને…

ગુજરાત(Gujarat): વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાના પણ હવે અંધશ્રદ્ધા(Superstition)ના બનાવો સામે આવી રહ્યા છે, અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો, નહિતર નહિ થવાનું થશે. ત્યારે આવી જ એક ઘટના બનાસકાંઠા(Banaskantha)ના ગામમાંથી સામે આવી છે. જો વાત કરવામાં આવે તો 1 કરોડમાં દુ:ખ દૂર કરવા માટે બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ગુમાવી દીધા છે.

જણાવી દઈએ કે, ધાનેરા પંથકમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળ્યું છે કે, ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ દુઃખથી બચવા માટે એક કરોડ સુધીનો ખર્ચ થશે એમ જણાવી બંને ભાઈઓ પાસેથી 35 લાખ લઈ લેવામાં આવ્યા હતા. વિધિ દરમિયાન ઉતારેલો વિડીયો પોલીસને આપવામાં આવ્યો છે. જોકે ત્રિશુલ ન્યુઝ આ વિડીયો અંગે કોઈ પુષ્ટી કરતું નથી.

જોકે છેતરાઈ ગયા હોવાનું ધ્યાને આવતા વિધિ દરમિયાન ઉતારેલો વિડીયો પોલીસને આપવામાં આવ્યો હતો અને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસને અરજી આપવામાં આવી છે. 5 ભૂવાઓએ છેતરપિંડીનો ભોગ બનેલા ભાઈઓને કહ્યું હતું કે, ઘરમાં 85 વર્ષથી માતા મૂકી છે અને બાધા રાખવી પડશે. ભૂવાઓની વાતોમાં આવી ગયેલા પરિવારે દુઃખથી બચવા બંને ભાઈઓએ 20 લાખ અને 15 લાખ એમ ઉછીના 35 લાખ લાવીને 11 ડિસેમ્બરે ઘરમાં વિધિ દરમિયાન આપ્યા, તેમજ 1.70 લાખ રૂપિયાની ચાંદીની પાટો પણ આપવામાં આવી હતી.

જુઓ શું છે વીડિયોમાં?
મહત્વનું છે કે, પીડિત ભાઈઓએ છેતરપિંડી થયાની જાણ થતાં વિડીયો સાથે અરજી કરી છે. પોલીસને પુરાવા રૂપે જે વિડીયો આપવામાં આવ્યો છે તે 38 સેકન્ડના વિડીયો છે. જે વિડીયોમાં ચારથી પાંચ ભૂવા અને પરિવારના સદસ્યો દેખાય છે. જે વિડીયોમાં સંવાદ થઈ રહ્યો છે. હાર પહેરેલો યુવાન ભૂવો સતત બંને ખભા હલાવતો હલાવતો ધુણતો રહે છે. જેની આગળ 500-500 રૂપિયાની ચલણી નોટોના બંડલો તેમજ થાળમાં કંકુ ચોખા જોવા મળી રહ્યા છે અને નોટોની એક થપ્પી ઉપર ચબરકી લખીને મૂકવામાં આવે છે. જે સંવાદો બેકગ્રાઉન્ડમાં થઈ રહ્યા છે. તેમાં “આશીર્વાદ જોઈએ આપણે તો, લેવા દેવા વગરનું દેવ દુઃખ હોય તો… તે પ્રકારનો સંવાદ પણ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *