PM મોદીએ ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય આ 2 દિગ્ગજ નેતાઓને આપ્યો- કાર્યકરો વિશે કરી મોટી વાત

ગુજરાત(Gujarat): સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને ત્યારે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી(BJP)ની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં PM નરેન્દ્ર મોદી(Narendra Modi),…

ગુજરાત(Gujarat): સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને ત્યારે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી(BJP)ની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં PM નરેન્દ્ર મોદી(Narendra Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) અને રક્ષામંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh) સહિત પાર્ટીના સાંસદોએ ભાગ લીધો હતો. આ દરમિયાન જ્યારે PM મોદી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા કે પાર્લિયામેન્ટ્રી બોર્ડના સભ્યોએ જોરદાર તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત માટે તેમને અભિનંદન આપ્યા હતા.

PM મોદીએ આ 2 વ્યક્તિને આપ્યો પ્રચંડ જીતનો શ્રેય:
જણાવી દઈએ કે, પાર્લિયામેન્ટ્રી બોર્ડના સભ્યોએ ભલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ PM મોદી માટે તાળીઓ પાડી અને સૂત્રોચ્ચાર કર્યા પરંતુ ખુદ PM મોદીએ આ જીતનો શ્રેય પોતે નહોતો લીધો. તેમણે ભાજપના સંસદીય દળને સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાત જીતનો શ્રેય ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને આપ્યો હતો. આ સાથે જ PM મોદીએ જીતનો ત્રીજો શ્રેય પાર્ટીના કાર્યકરોને આપ્યો હતો.

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ બેઠક બાદ જણાવતા કહ્યું કે, ‘PM નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જો કોઈને શ્રેય આપવો હોય તો ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા તથા ગુજરાતના ભાજપના કાર્યકરોને આપવાનો છે. PM નરેન્દ્ર મોદીનું કહેવું છે કે, આપણે કાર્યકરોના દમ પર કોઈ પણ પ્રકારની ચૂંટણી જીતી શકીએ છીએ, તેનું ઉદાહરણ ગુજરાતની ચૂંટણીએ પૂરું પાડ્યું છે.’ પ્રહલાદ જોશીએ માહિતી આપતા કહ્યું છે કે, બેઠકમાં PM મોદીએ ગુજરાતની ચૂંટણી પર કહ્યું હતું કે, સંગઠનના દમ પર પાર્ટી સતત સાતમીવાર જીતી છે.

બેઠક દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, જી20…પ્રધાનમંત્રી, ભારતીય જનતા પાર્ટી કે સરકારનો કાર્યક્રમ નથી. પરંતુ તે દેશનો, ભારતનો કાર્યક્રમ છે. મોદીએ કહ્યું હતું કે, જે પણ વિદેશી મહેમાનો આવશે અતિથિ દેવો ભવ: ને અપનાવતા તેમનું સ્વાગત કરવું જોઈએ. તમામ લોકોને તેમાં કેવી રીતે સામેલ કરી શકીએ, તેના વિશે પણ વિચારવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *