કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં વધુ એક વખત 6 વર્ષની નાની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટનાં જેતપુરના નવાગઢ વિસ્તારમાં પરિવારજનો સાથે સૂતેલી 6 વર્ષની બાળકીને ઉઠાવી જઈને હેવાન બનેલાં યુવકે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની ચીસો સાંભળી લોકો દોડી આવતાં નરાધમ ભાગી ગયો હતો. પણ C.C.T.V. કેમારામાં આ નરાધમ કેદ થઈ ગયો હતો. C.C.T.V. કેમેરાના આધારે પોલીસે નરાધમને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યાં છે.
જેતપુરના નવાગઢ વિસ્તારમાં ગરમીને કારણે નવાગઢ મુસ્લિમ ફકીર ભિક્ષુક પરિવાર પોતાની બે દીકરીઓ સાથે ભર નિંદ્રામાં સુતા હતો. ત્યારે પોતાના માતા-પિતાના ખોળામાં સૂતેલી 6 વર્ષ નાની બાળકીને એક નરાધમ યુવાન ઉઠાવીને લઈ ગયો હતો. અને નરાધમ હેવાને બાળકીને બાજુના ખંઢેર ગ્રાઉન્ડમાં જ લઈ જઈને પીંખી નાખી હતી. આ સમયે હવસખોરની હેવાનિયતનો શિકાર બનેલ બાળકી દર્દભરી ચીસો પાડતી હતી. જેને સાંભળીને કેટલાક લોકો જાગી ગયા હતા. જે બાદ હેવાન યુવક બાળકીને બનાવના સ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો.
પરંતુ કહેવાય છે કે પાપ હંમેશા છાપરે ચડીને પોકારે એ કહેવત જાણે સાર્થક થતી હોય તેમ ફરાર થતો યુવક નજીકના જ CCTV કેમેરામાં કેદ થઈ જવાં પામ્યો હતો. આ ઘટનાને લઈને જેતપુર નવાગઢ વિસ્તારમાં આરોપી સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે. તો બીજી તરફ જેતપુર શહેર પોલીસે અજાણ્યા યુવક સામે અપહરણ અને પોસ્કોની કલમો હેઠળ ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે યુવકની ઓળખ મેળવીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news