ઘોર કળિયુગ: પિતાએ જ પુત્રી સાથે કર્યો બળાત્કારનો પ્રયાસ, સમગ્ર મામલો જાણશો તો દંગ થઈ જશો…

સોમવારે સવારે પિતા-પુત્રીના સંબંધોની પવિત્રતાને તાર તાર કરતી અને સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. સવારે માતા મજૂરી કામે ગઇ અને નરાધમ પિતાએ 17 વર્ષની દીકરી સાથે હેવાનીયત આચરી તમામ સીમાઓ પાર કરી હતી. પડોશી ત્યાં તાત્કાલિક પહોચ્યા અને ભોગબનનારની માતાને જાણ કરતા હવસખોર બાપના આ કૃત્યથી ડરી ગયેલ દીકરીને ઘરમાંથી બહાર લાવી અને પિતાના કૂકર્મ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પાડોશી મહિલાએ દીકરીની માતાને હકીકત જણાવી
કળીયુગની પ્રતીતી કરાવતા સામાજને કલંકીત કરતી આ શરમજનક કિસ્સામાં 2 દિકરા અને 5 દીકરીઓના હેવાન પિતાએ વાસનામાં ભાન ભૂલીને પોતાની જ સગી દીકરીને પાંખી નાખી હતી. સવારે દસ વાગ્યે નરાધમ પિતા સગી દીકરીને પીંખી રહ્યો હોવાની ખબર પડતા પડોશી મહિલા સ્કૂટી લઇને ભોગ બનનારની માતા જ્યાં મજૂરી કામે ગઇ હતી ત્યાં પહોંચીને હેવાનીયતની જાણ કરતા માતા તાત્કાલિક ઘેર દોડી આવી હતી ત્યારે 17 વર્ષની તેની દીકરી રૂમ આગળ દરવાજો બંધ કરી ઉભી હતી. તેને પૂછતા પતિના આ ગંદા કૃત્યને જાણી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પોલીસે પિતાની ધરપકડ કરી
ઘટનાને પગલે પડોશી મહિલાને સાથે લઇ દીકરી અને માતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી. પોલીસે પણ મામલાની ગંભીરતા જોઇ તાત્કાલિક એક્શન લઇ હવસખોર પિતાને ઘેરથી જ ઝડપી પડ્યો હતો. હવસખોર પિતાના આ કાર્યની ખબર પડતા લોકો એકઠા થયા હતા. જેને કારણે દુષ્કર્મ પિતાને ભાગવાનો મોકો મળ્યો ન હતો.

શર્મસાર કરતી ઘટનાની ફરિયાદ
તા. 22/02/21 ના રોજ 7 સંતાનોની માતા સવારે સાડા આઠ વાગ્યા આજુબાજુ મજૂરી કામે ગઇ હતી. તેના ચાર બાળકો શાળામાં ગયા હતા અને બે દીકરીઓ ઘેર હતી. સવારે દસ વાગ્યે પડોશમાં રહેતી મહિલા સ્કૂટી લઇને સગીરાની માતા જ્યાં કામ કરવા ગઇ હતી ત્યાં પહોચી અને જાણ કરી હતી કે, તારો પતિ તારી દીકરી સાથે જબરદસ્તી કરી રહ્યો છે મહિલા સાથે ઘેર આવતા દીકરી રૂમ આગળ રડતી મળી હતી અને જણાવ્યુ હતુ કે, હું છેલ્લા રૂમમાં કામ કરતી હતી તે વખતે મારા પિતાજી આવ્યા હતા અને દુષ્કર્મ આચરી સૂઇ ગયા હતા રૂમને તાળુ માર્યું હોવાથી ચાવી શોધી તાળુ ખોલી હું બહાર આવી છું.

નરાધમને પરીક્ષણ માટે મોકલ્યો
પોલીસ દ્વારા નરાધમ પિતાની અટકાયત કરી તપાસ હાથ ધરતા નરાધમના ચહેરા પર કોઇ ભાવ ન હતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ આશ્ચર્ય પામી ગયો હતો. સૌ કોઇએ તેને માર માર્યો હતો. મળતી માહીતી મુજબ હેવાન પિતા કોઇ કામધંધો કરતો નથી અને રખડતો ફરે છે. આ સમગ્ર ઘટના હિંમતનગર શહેરમાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *