કોહલી પર ફિદા થયેલી આ પાકિસ્તાની ક્રિકેટરે કરી લીધી સગાઈ

Published on: 4:14 pm, Wed, 22 July 20

વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટર્સમાંની એક પાકિસ્તાનની સ્ટાર ઓલરાઉન્ડર કૈનન ઈમ્તિયાઝે સગાઈ કરી લીધી છે. તેણે સગાઈનાં ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા જણાવ્યું હતું કે, આખરે મેં હા કરી દીધી હતી. કૈનતે 17 જુલાઈએ સગાઈ કરી હતી અને જાહેરાત હવે કરી છે. 21 જૂન 1992ના રોજ કરાંચીમાં જન્મેલ કૈનત ઈમ્તિાઝે 2010માં દક્ષિણ આફ્રિકાની સામે T-20 મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડેબ્યૂ કર્યું હતું.

કૈનતે પાકિસ્તાન તરફથી 11 વન-ડે અને 12 T-20 મેચ રમી છે. તેના નામે વન-ડેમાં કુલ 51 રન અને કુલ 9 વિકેટ છે. T-20 માં કુલ 41 રન અને કુલ 6 વિકેટ છે. કૈનતે ઓછી ઉંમરમાં પાકિસ્તાનની માટે કમાલ કરી છે. 2005માં પાકિસ્તાનમાં થયેલ મહિલા એશિયા કપમાં ભારતની દિગ્ગજ બોલર ઝુલન ગોસ્વામીની સાથે મુલાકાત કર્યા બાદ કૈનતે ફાસ્ટ બોલર બનવાનો નિર્ણય લીધો હતો.

અહીંયાંથી તેની નવી સફર થઈ હતી. તે સમયે તે માત્ર 14 વર્ષની જ હતી. કૈનત ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગને કારણે તેની પ્રશંસક છે. 2018માં કોહલીએ દક્ષિણ આફ્રિકાની સામે વન-ડેમાં કુલ 558 રન બનાવ્યા હતા. કોહલીની આવી આક્રમક બેટિંગ જાેઈને જ કૈનત તેની ઉપર ફિદા થઈ ગઈ હતી અને એ સમયે સોશિયલ મીડિયા પર તેની ઘણી પ્રશંસા કરી હતી.

જે વિવાદમાં રહી હતી. રિપોર્ટ મુજબ લગ્નની તારીખ હજુ નક્કી પણ નથી અને કૈનત હાલના સમયે પોતાનું ધ્યાન ફક્ત કારકિર્દી પર લગાવવા માંગે છે. કૈનતની સગાઈની ખબર સાંભળીને પ્રશંસકો ખુબ જ નિરાશ થઈ ગયા છે. એક પ્રશંસકે લખ્યું કે, નબળાં દિલવાળા આ પોસ્ટ ન જાેવે. તો બીજાં એક પ્રશંસકે લખ્યું, કે તેનું દિલ તુટી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.