પોતાની પત્ની પસંદ ન આવતા બનેવીએ સાળી સાથે ત્રણ-ત્રણ વાર માણ્યું શરીરસુખ અને પછી…

આખાં રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ સતત વધતી રહી છે, ત્યારે અમદાવાદના રાણીપમાં આજે સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ…

આખાં રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ સતત વધતી રહી છે, ત્યારે અમદાવાદના રાણીપમાં આજે સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં બનેવીએ જ પોતાની પત્ની ન ગમતી હોવાનું કહીને સાળી પર જ દુષ્કર્મ આચર્યું હતું.

બનેવીએ પોતાની હવસનો શિકાર બનાવવા માટે લગ્નની લાલચ આપીને ઘરમાંથી ભગાડી જઈને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં રાણીપ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાણીપ પોલીસે સગીરાએ પોતાના બનેવીની સામે ફરિયાદની નોંધણી કરાવી છે.

આ ઘટનામાં મળતી જાણકારી મુજબ, અમદાવાદના રાણીપમાં રહેતી માત્ર 17 વર્ષીય સગીરા અભ્યાસ કરે છે. તેની મોટી બહેન પણ એક કોલેજમાં અભ્યાસ કરે છે. તેની સગાઇ સામાજીક રીતરિવાજ અનુસાર બહુચરાજી પાસેના ગામમાં એક વ્યક્તિની સાથે કરવામાં આવી હતી. સગીરાના બનેવી કલોલમાં કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી તેઓને ખાવા-પીવાની અગવડ પડતી હોવાથી છેલ્લા લગભગ 7 મહિનાથી તેમના ઘરે જ રહેવા માટે આવ્યા હતા.

અંદાજે 5 મહિના પહેલા સગીરાના બનેવીએ એક દિવસ બપોરના સમયે સગીરાને જણાવતાં કહ્યું કે “તે મને બહુ ગમે છે, મારે તારી બહેનની સાથે લગ્ન કરવા નથી”. આ વાતચીત પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ સગીરાએ જ બનેવીને જણાવતાં કહ્યું હતું કે, તે જ ઘરમાં તેની બહેનની સાથે નહીં પરંતુ મારી સાથે લગ્ન કરવાની વાત કરે. પણ બનેવીના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું. તેમણે જણાવતાં કહ્યું હતું કે, હાલમાં કોઈને કંઈ કહેવું નથી અને ભાગીને લગ્ન પણ કરી લેશે.

એક દિવસ સગીરાના બનેવીનો ફોન આવ્યો અને ડોક્યુમેન્ટ લઈને તે ઘરને છોડી દેવાં અંગે જણાવ્યું હતું. જેથી સગીરા ઘરેથી નીકળી ગઈ અને સિદ્ધપુર પહોંચી ગઈ હતી. ત્યાં રાત્રિ રોકાઈ ત્યારે સગીરાના બનેવીએ જ લગ્ન કરવાની લાલચ આપીને 3 વાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતાં.

ત્યારબાદ લગ્ન કરવા માટે બનેવીએ કોઈને ફોન કર્યો હતો. પરંતુ બાદમાં સગીરાને એવું જણાવવામાં આવ્યું કે, તેના 18 વર્ષ પૂરાં ન થયાં હોવાથી આ લગ્ન કરવાં શક્ય નથી. એટલું કહીને સગીરાને તેના ઘરે પાછાં અમદાવાદ મૂકી ગયા હતા. સગીરાએ આ બાબતની વાત કરતા પરિવારજનોએ પોલીસને જાણકારી કરવાની નક્કી કર્યા પછી રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આ બાબતે સગીરાની તેના બનેવીની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *