અમદાવાદની શર્મશાર ઘટના: સાળાએ અંગત અદાવતમાં બનેવીને છરીના ઘા ઝીકી કરી નિર્મમ હત્યા

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી હત્યા(Murder)ના બનાવો દરમિયાન ફરીવાર એક ચોકાવનારો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)ના વટવા(Vatva) વિસ્તારમાં સાળો(Brother-in-law) બનેવીને છરીના ઘા મારીને બહેનના…

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી હત્યા(Murder)ના બનાવો દરમિયાન ફરીવાર એક ચોકાવનારો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)ના વટવા(Vatva) વિસ્તારમાં સાળો(Brother-in-law) બનેવીને છરીના ઘા મારીને બહેનના ઘર બહાર ઈજાગ્રસ્ત હાલતમાં નાખી ગયો હતો. જેમાં લોહીલુહાણ થયેલા બનેવીનું મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, બનેવીની હત્યા પાછળનું કારણ પણ ચોંકાવનારું છે, જેમાં થોડા દિવસ અગાઉ બહેને ભાઈને કહ્યું હતું કે તારા બનેવી રૂપિયા માટે ઝઘડો કરે છે જે અંગે અદાવત રાખીને સાળાએ હત્યાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસ(Police) દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સાળાએ બનેવીને છરીના ઘા મારી બહેનના ઘર પાસે ફેંકી દીધા
ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વટવા વિસ્તારમાં રહેતા રંજનબેન સુરેશ મારવાડી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેના પતિ સુરેશભાઈને તેનો ભાઈ લોહીલુહાણ હાલતમાં ઘર પાસે નાખીને જતો રહ્યો હતો. જેથી સુરેશભાઈને ખૂબ લોહી નીકળ્યું હતું. જે કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. રંજનબેનનો ભાઈ મુકેશ ડાભીએ તેના બનેવીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘર પાસે નાખી ગયો હોવાનું સામે આવ્યું છે.

બહેને ભાઈને કરી હતી પતિ સાથેના ઝઘડા અંગે ફરિયાદ
જેમાં મુકેશ ડાભીને થોડા દિવસ અગાઉ રંજનબેને જણાવ્યું હતું કે, તારા બનેવી સુરેશની આવક સારી નથી અને રૂપિયા બાબતે સતત ઝઘડો કરતો રહે છે. આ વાત મુકેશે સુરેશભાઈને કહીને ઝઘડો તેની સાથે કર્યો હતો. આ દરમિયાન, મુકેશે ‘મારી બેન સાથે કેમ ઝઘડો કરે છે?’ કહીને પોતાની પાસેના હથિયારના ઘા સુરેશભાઈની છાતીમાં ઝીંકી દીધા હતા. જેમાં સુરેશનું લોહી વહી જતા મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા હાલ મુકેશની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *