સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના રાજસ્થાનમાં સામે આવી છે.
હાલમાં કોરોનાની મહામારી વચ્ચે પણ દેશમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે રાજસ્થાનમાં એક ભાઈએ જ પોતાની સગી બહેન ઉપર દુષ્કર્મ કરીને ભાઈ-બહેનના સબંધ ઉપર કલંગ લગાવ્યો છે. સગા ભાઈએ જ તેની નાની બહેન ઉપર દુષ્કર્મ કરીને મોતને ઘાટ ઉતારી દીધી. બાળકીના પિતાએ દીકરી ગુમ થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી. ઘટનાના ત્રણ દિવસ પછી આ બાળકીનો મૃતદેહ પહાડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે બાળકીના ભાઈ અને તેના મિત્રોની શંકાના આધારે અટકાયત કરીને કડકાઈથી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ કરતાં બાળકીના ભાઈ અને મિત્રોએ બાળકી પર દુષ્કર્મ કરી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા મનોહરપુરા વિસ્તારમાં રહેતા રહેમાન શાહ નામના વ્યક્ને એક દસ વર્ષની દીકરી અને દીકરો છે. 10 વર્ષની દીકરી મંદબુદ્ધિની હોવાના કારણે તે કપડામાં શૌચ કરતી હતી. આ વાત તેના ભાઈ જિશાન અલીને પસંદ નહોતી, તેથી તેને બહેનની હત્યા કરવાનો ત્રણ મિત્રોની સાથે મળીને પ્લાન બનાવ્યો હતો. જીશાન 17 મેના રોજ તેની બહેનને લઈને મનોહરપુરા વિસ્તાર નજીક આવેલી ટોડીના પહાડી વિસ્તારમાં ગયો હતો અને ત્યાં 10 વર્ષની બહેનની હત્યા કર્યા પહેલા તેને બહેન પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ જિશાનના ત્રણ મિત્રોએ પણ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યુ હતું અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી.
18 મેના રોજ પિતા રહેમાન શાહે મનોહરપુર પોલીસ સ્ટેશનમાં 10 વર્ષની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ જ્યારે 21 મેના રોજ મનોહર શાહ ટોડીના પહાડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓને દિકરીના કપડા અને પગરખાં મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા પહાડી વિસ્તારમાંથી 10 વર્ષની બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યા હતા. તેથી પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીઓને પકડવા માટે નજીકમાં લાગેલા CCTV કેમેરાના ફુટેજની ચકાસણી કરી હતી અને બાળકી જે જગ્યા પરથી મળી હતી, તેની આસપાસના ઝુંપડા અને પાડોશીઓની પૂછપરછ કરી હતી.
પોલીસને બાળકીને ભાઈ જિશાન અલી પર શંકા ગઈ હતી. તેથી પોલીસે જિશાન અલી અને તેના ત્રણ મિત્રો સાજીદ અલી, અજમદ અલી અને વાજિદ અલીની ધરપકડ કરી તેની કડકાઈથી પૂછપરછ કરી હતી. ત્યારે ચારેય આરોપીઓએ 10 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news