આર્થિક સંકડામણ વધતા BSCના વિદ્યાર્થી મિત્ર સાથે મળીને ટ્રેન મુસાફરો ઠગતો, છેતરપિંડીનો એવો કીમિયો અપનાવ્યો કે….

અમદાવાદ(ગુજરાત): આજકાલ ઠગબાજ અને તસ્ક્તોને જાણે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન, રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં નવા કાયદા મુજબ વધુ પૈસા…

અમદાવાદ(ગુજરાત): આજકાલ ઠગબાજ અને તસ્ક્તોને જાણે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન, રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં નવા કાયદા મુજબ વધુ પૈસા લઈને મુસાફરી નહિ કરવાનો ડર બતાવતી ટોળકીની રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આર્થિક સંકડામણ વધતા BSCના વિધાર્થીએ મિત્ર સાથે મળીને ઠગાઈ શરૂ કરી હતી. આ શખ્સો દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને નવા કાયદા અને નિયમો બતાવીને છેતરપિંડી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કાલુપુર રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં નવા કાયદાનો ડર બતાવીને છેતરપિંડી કરતા પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભેમા કુમાવત અને ઓમાંરામ પટેલે મોદી સરકારના નવા કાયદા મુજબ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને પ્રવાસ દરમિયાન 2000 રૂપિયા જ પોતાની પાસે રાખી શકશે અને બીજા રૂપિયાની કાર્ડ લેવું પડશે. તેવું કહેતા અને જ્યારે કોઈ મુસાફર વિશ્વાસમાં આવી જાય ત્યારે તેને મુસાફર ખાના નજીક લઈ જઈ તેની પાસેથી રૂપિયા લઈ મોબાઈલમાં OTP આવશે તેમ કહીને મોબાઈલ અને રૂપિયા લઈ ફરાર થઈ જતાં હતા.

આ મોડસ ઓપરેન્ડીથી સોનુ શર્મા નામના વ્યકિતએ પણ ઠગાઈ કરતા રેલવે પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરીને 13 હજાર રૂપિયા અને 4 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીમા ભેમા કુમાવત અને ઓમાંરામ પટેલ બન્ને મૂળ રાજેસ્થાનના રહેવાસી હોવનું સામે આવ્યું છે. જેમા ભેમા કુમાવત BSCનો વિદ્યાર્થી છે. જયારે તેનો મિત્ર ઓમારામ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. આર્થિક સંકડામણ વધતા ભેમાએ છેતરપિંડીથી પૈસા પડાવવાનુ પ્લાનિંગ કર્યુ હતું અને ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને નવા કાયદા અને નિયમોના નામે ડરાવતો હતો. તેના પહેરવેશ અને વાત કરવાની અદાથી મુસાફરોને વિશ્વાસ આવી જતો હતો અને પૈસા આપી દેતા હતા.

આ બન્નેએ આ પ્રકારે અનેક લોકોને ચુનો લગાવ્યો હોવાની શકયતાને લઈને પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, સુરતના સોનુ શર્મા નામનો બીજા ઠગ પણ આ મોડસ ઓપરેન્ડીથી લોકોને ચુનો લગાવતો હોવાથી પોલીસ દ્વારા તેની પણ ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરો સાથે મોદી સરકારના નવા કાયદા અને નિયમોના નામે ઠગાઈ કરતા આ ત્રણેય શખ્સોની રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહત્વનુ છે કે, એક જ મોડસ ઓપરેન્ડીથી જુદી-જુદી ટોળકી વચ્ચે કોઈ સંબંધ છે કે નહિ અને અગાઉ કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે તે અંગે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *