શું ઝડપ છે આ ભાઈની…!!! માત્ર 18 સેકન્ડની અંદર જ ગટગટાવી ગયા 2 લિટર સોડા- વિડીઓ જોઇને હેરાન થઇ જશો 

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક હેરાન કરનારો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે નવાઈ પામશો.

આપણે બધાએ આપણી આસપાસ કેટલાક એવા લોકો જોયા હશે જેમને ખાવા-પીવાના ખૂબ શોખીન હોય છે. તે લોકો ગમે ત્યાં, ગમે તેટલું અને કંઈ પણ ખાઈ-પી શકે છે. એટલું જ નહીં, ખાવા -પીવાની તેમની શોખને કારણે આવા લોકો ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ પોતાનું સ્થાન બનાવે છે. તાજેતરમાં એક વ્યક્તિએ તેના વિચિત્ર શોખના કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

કેટલાક લોકો રેકોર્ડ બનાવવા માટે કોઈપણ હદ સુધી પહોંચી જાય છે. ત્યારે તાજેતરમાં જ એક માણસની આશ્ચર્યજનક હરકત ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવી છે. આ વાયરલ વિડીયોમાં Eric Badlands Booker નામનો એક વ્યક્તિ વીજળીની ઝડપે સોડા પી રહ્યો છે. આ વ્યક્તિ પોતાની સોડા પૂરી કરે તેટલા સમયમાં આપણે પાણી પણ ન પી શકીએ. આ શખ્શ માત્ર 18.45 સેકન્ડમાં લગભગ 2 લિટર સોડા પી જાય છે.

Eric Badlands Bookerનો આ અજબ-ગજબ રેકોર્ડ અત્યાર સુધી કોઈ તોડી શક્યું નથી. સામાન્ય રીતે લોકો ઠંડા પીણા પીવામાં સમય લે છે, પરંતુ આ વ્યક્તિ કોઇપણ ઠંડુ પીણું એટલી ઝડપથી પી લે છે, કે જે સમયે તમે આંખ મીંચી પણ નહીં શકો. આ નવાઈ પમાડનારો વિડીયો ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સના ઓફીસીઅલ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકોએ જોઈ ચુક્યા છે. વ્યક્તિનું આ અદ્ભુત પરાક્રમ જોઈને દરેક લોકોને આશ્ચર્ય થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *