અજીત પવાર નામક એક ભેંસને વાડામાં બાંધી દૂધ દોહવાનું છે ઓપરેશન લોટસ : શિવસેના

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને જ્યાં રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે, તો બીજી તરફ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ફરી ભાજપ પર નિશાન સાધ્યું છે. સામનામાં સત્તા મેળવવા માટે ભાજપ પર આચાર અને નીતિને નેવે મૂકવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ દાવો કરાયો છે કે સત્તા માટે ભાજપ કોઈ પણ સ્તરે જઈ શકે છે પરંતુ વિધાનસભામાં બહુમતીના આંકડા સુધી નહીં પહોંચી શકે.

સામનામાં લખવામાં આવ્યું છે કે જ્યારે ભાજપને બહુમતી મળવી એટલે કે ભેંસ પાસેથી દૂધ દોહવા જેવી સ્થિતિ. અજીત પવાર રૂપે એક ભેંસને તેને પોતાના વાડામાં લાવીને બાંધી છે અને ભેંસમાંથી દૂધ દોહવા માટે ઓપરેશન કમલ યોજના બનાવી છે. આ લોકો જ સત્તા જ ઉદ્દેશ્ય નથી તેવા પ્રવચનો આપી નૈતિકતાની વાતો કરતા હતા.

હવે તમારી પાસે બહુમતી છે તેવું જોઈને જ રાજ્યપાલે તમને શપથ અપાવ્યા છે, એવું તમે કહી રહ્યાં છો તો પછી ઓપરેશન કમલ જેવી સ્થિતિ કેમ. અમે તેઓને આ ઉઠાઈગીરી અને ભેંસાગીરી માટે શુભેચ્છા આપીએ છીએ. સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે રાજ્યમાં દરેક બાજુ ભાજપની થૂ થૂ થઈ રહી છે.

ભેંસની ગંદકી ભાજપના સ્વચ્છ અને પારદર્શક ચહેરા પર ઉડવાથી વડાપ્રધાન મોદી પણ બેચેન થઈ ગયા છે. ફડણવીસ અને તેમના લોકોને ભ્રમ છે કે અજીત પવાર એનસીપીના 25-30 ધારાસભ્યો લઈને ભાજપના વાડામાં આવશે. મહારાષ્ટ્રમાં જે કંઈ થઈ રહ્યું છે તેને નાટક કહેવું રંગમંચનું અપમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *