11 માં ધોરણનો પ્રેમ, તેમ છતાં મંદિરના રૂમમાં યુવકે જબરદસ્તી યુવતી સાથે રેપ કરી ગર્ભપાત કરાવ્યો.

Published on Trishul News at 6:55 AM, Fri, 17 May 2019

Last modified on May 17th, 2019 at 6:55 AM

અગિયારમાં ધોરણના અભ્યાસ દરમિયાન પાંગરેલા પ્રેમમાં છેલ્લા બાર વર્ષથી પત્ની તરીકેના હક્ક માટે ટળવળતી યુવતીએ આખરે યુવક તેના પરિવારજનો તેમજ યુવકને મદદરૃપ થયેલા કેટલાક મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે.

વડોદરાની ઉચ્ચ શિક્ષિત યુવતીએ કારેલીબાગ પોલીસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી બળાત્કારની નોંધાવેલી ફરિયાદની વિગત એવી છે કે તેજસ્વી કારકિર્દી ધરાવતી યુવતી જ્યારે ધોરણ-૧૧માં હતી ત્યારે તેની અને રાજેશ વ્યાસ નામના વિદ્યાર્થી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

બે વર્ષ બાદ બંને કોલેજીયનો  શિનોરના માલસર ખાતે મંદિરમાં ગયા ત્યારે ત્યાંથી વાહન નહીં મળતાં તેઓ ત્યાંજ રાત રોકાઇ ગયા હતા.મંદિરના પૂજારીએ રૃમ આપતાં યુવકે  યુવતીને લગ્નની લાલચ આપી તેની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.ત્યારબાદ રાજેશ વિદ્યાનગર ભણવા ગયો હતો અને ત્યાં બર્થ ડે ને દિવસે યુવતીને બોલાવી મિત્રના રૃમ પર લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.

રાજેશે અકોટા ખાતે એક મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં અમે પતિ-પત્ની તરીકે રહેવાનું નક્કી કર્યું હતું.જ્યાં હું ગર્ભવતી બનતાં રાજેશે ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું અને વારસીયાની શૈલ હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો.આ બનાવમાં રાજેશના મિત્ર શિતલ શાલી અને હર્ષલ શાલી પણ તેને મદદરૃપ થતા હતા.

ઉપરોક્ત બનાવ બાદ રાજેશ નોકરી માટે મુંબઇ અને ત્યાંથી પૂના જતો રહ્યો હતો અને ત્યાં  પણ વારંવાર બોલાવી તેમજ લોનાવાલા  લઇ જઇ રેપ કર્યો હતો.લગ્નની વાત કરતાં જ તે બહાના કાઢતો હતો અને આખરે પૂનાનો ખર્ચ વધુ મોંઘો પડે છે તેમ કહી ઘેર મોકલી આપી હતી.લગ્નની વાત કરતાં જ બહાના કાઢતા રાજેશે યુવતીને અપમાનિત કરવા માંડી હતી અને જ્ઞાાતિ વિશે અપશબ્દો બોલી ફોન બ્લોક કરી દીધો હતો.ગઇ તા.૧૪-૮-૨૦૧૮ના રોજ વારસીયા રિંગરોડ પર નંદુ ભોંસલેએ રિપોર્ટર છું તેમ કહી ધમકી આપી હતી.જ્યારે તેના પરિવારજનો પણ નીચી જ્ઞાાતિની છે તેમ કહી લગ્નનો ઇનકાર કર્યો હતો.

કારેલીબાગ પોલીસે રાજેશ દુષ્યંત વ્યાસ રહે.પારસ સોસાયટી,વારસીયા તેમજ તેના પરિવાર અને મિત્રો સામે ગુનો નોંધ્યો છે.

મંદિરમાં વીંટી પહેરાવી કહ્યું,લગ્ન તારી સાથે જ કરીશ

શિનોરના મંદિરના રૃમમાં રાજેશે રેપ કરતાં યુવતી રડી પડી હતી.આ વખતે રાજેશે તેને વીંટી પહેરાવી હતી અને લગ્ન કરવાની ખાતરી આપી હતી.ત્યારબાદ તેણે પોતાના હાથ પર છૂંદણું પણ કોતરાવ્યું હતું.

ગર્ભપાત માટે રાજેશે પોતે ટેસ્ટ કરી દવા આપતાં તબિયત લથડી

યુવતીએ પોલીસને કહ્યું છે કે,ગોત્રીના મકાનમાં ભાડે રહેવા ગયા ત્યારે હું પ્રેગનન્ટ થતાં રાજેશે ગર્ભપાત કરાવવા આગ્રહ રાખ્યો હતો.જેથી અમારી વચ્ચે ઝઘડો પણ થયો હતો.રાજેશે પોતે કિટ લાવી પ્રેગનન્સી ટેસ્ટ કર્યો હતો અને પોતે જ બહારથી દવા લાવી મારી મરજી વિરૃધ્ધ પીવડાવતાં મારી તબિયત લથડી હતી.જેથી તેના મિત્ર હર્ષલ અને શિતલની મદદથી વારસીયાની શૈલ હોસ્પિટલમાં લઇ જઇ ગર્ભ પડાવ્યો હતો.

કોની કોની સામે ફરિયાદ નોંધાઇ

યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે કારેલીબાગ પોલીસે (૧) રાજેશ દુષ્યંત વ્યાસ (૨) રાજેશના પિતા દુષ્યંત વ્યાસ (૩) માતા નયના વ્યાસ (૪) નંદુ (૫) શિતલ શાલી (૬) હર્ષલ શાલી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "11 માં ધોરણનો પ્રેમ, તેમ છતાં મંદિરના રૂમમાં યુવકે જબરદસ્તી યુવતી સાથે રેપ કરી ગર્ભપાત કરાવ્યો."

Leave a comment

Your email address will not be published.


*