બોટાદમાં જામ્યું ત્રણ-ત્રણ આખલાનું મહાયુદ્ધ – એક આખલો તો બ્રીજ પરથી નીચે ખાબક્યો… -જુઓ વિડીયો

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં અનેક અકસ્માતો સર્જાયા છે, જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો કેટલાય મોતને ભેટ્યા છે. હાલ આવો જ એક વિડિયો ગુજરાતના બોટાદ (Botad, Gujarat) જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં એક સાથે ત્રણ ત્રણ આખલા બાખડતા નજરે ચડ્યા હતા.

બોટાદના સાળંગપુર રોડ પર એક સાથે ત્રણ ત્રણ આખલાઓનો આતંક સામે આવતા રહીશોમાં ડરનો માહોલ છવાયો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે એક સાથે ત્રણ આખલાઓ બાખડી રહ્યા છે. તેમાંથી એક આખલો બ્રિજ પરથી નીચે પટકાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ દ્રશ્યો જોઈને રહીશોમાં ફફડાટ મચી ગયો હતો. કારણ કે આવું પહેલી વાર નથી બન્યું, આ પહેલા પણ આવી ઘટનાઓમાં લોકોને ગંભીર રીતે ઈજા થવા પામી છે, અને કેટલાય લોકો મોતને પણ ભેટયા છે. શહેરમાં બનેલી આ ઘટનાએ રાજ્યભરમાં ચર્ચાનો વેગ પકડ્યો છે. ફક્ત અહીંયા જ નહીં પરંતુ રાજ્યના ખૂણે ખૂણે રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે લોકોની એક જ માંગ છે કે સરકાર આ રખડતા ઢોરનો યોગ્ય નિકાલ કરે.

આ ઘટનામાં રાહતના સમાચાર તો એ છે કે, આ દરમિયાન કોઈ રાહદારી અળફેટે આવ્યા નહોતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી તેમ કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *