સુરત(SURAT): ગુજરાત રાજ્યમાં અવાર-નવાર અનેક અકસ્માતની(Accident) ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. સુરતમાં કિમ ચાર રસ્તા(Kim Char Rasta) નજીક આવેલા સિયાલજ પાટિયા|(Sialj Patiya) પાસે એસ.આર.પી જવાનોને લઇ જઈ રહેલી બસને ટ્રક સાથે અકસ્માત નડ્તાં ભાગદોડ મચી ગઇ હતી. ઊભેલી ટ્રક પાછળ SRP જવાનોની બસ ભટકાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 17 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ચારની જવાનોની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
ધુમ્મસને કારણે સર્જાયો અકસ્માત
વહેલી સવારે ગાંઠ ધુમ્મસના કારણે કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા SRP કેમ્પથી 27 જેટલા જવાનોને લઇને બસ સુરતના ઉધના જઈ રહ્યા હતા. SRP જવાનોની બસ ડ્રાઈવરે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. વધુ પડતા ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી હતી.
4 જવાનોને ગંભીર ઈજા
વડોદરા SRP કેમ્પથી 27 જેટલા જવાનોને લઇને બસ સુરત આવી રહી હતી. બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાની-મોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે જાણ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતની ઘટના પાછળ વધુ પડતી સ્પીડ અને ડ્રાઈવિંગ સમયે બેદરકારી જવાબદાર હોય છે દેશ સહિત રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે અને તેની સાથે જાનહાનિ અને મોતના આંકડાઓમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વાહન ચલાવતી વખતે સાવધાની એ જ સલામતનો માર્ગ છે. વધુ પડતી સ્પીડ કે ડ્રાવિંગ સમયે ફોન પર વાત કરવું આપણા અને અન્ય માટે જોખમ રૂપ સાબિત થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.