સુરત(Surat): શહેરમાંથી અવારનવાર પોલી દ્વારા જુગારધામ ઝડપી પાડવામાં આવે છે. ત્યારે સુરતના ચોકબજાર(Chok Bazaar) પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ પાડવામાં આવતા ત્યાં ચાલી રહેલા જુગારધામનો પર્દાફાશ થયો હતો. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ(Gandhinagar State Monitoring Cell)ને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં જુગારધામ ધમધમી રહ્યો છે જેને લઈને ત્યાં ત્રાટકી હતી અને આ દારૂ અને જુગારના અડ્ડાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ પાડવામાં આવતા દારૂના અડ્ડા સાથે જુગારના અડ્ડાને પકડી પાડવામાં આવ્યો છે. ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ પાડવામાં આવતા 6.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સાથે જ 23 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પ્રકારે અવારનવાર સુરતમાંથી અનેક જુગારધામના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આ પ્રકારના જુગારધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમી રહ્યા હોય તો ચોક્કસ એક પ્રશ્ન તો ઉદભવી શકે કે, શું પોલીસને આ અંગે કોઈ પણ પ્રકારની જાણકારી નથી હોતી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ પ્રકારના દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તો પોલીસ પ્રસાશન સામે પણ અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.