ગુજરાતમાં રાત્રી કર્ફ્યું અને પ્રતિબંધોને લઈને મોટા સમાચાર- સાંજ સુધીમાં લેવાઈ શકે છે આ મહત્વના નિર્ણયો

ગુજરાત(Gujarat): મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની અધ્યક્ષતામાં બુધવારે એટલે કે આજ રોજ, આજે સાંજે 4 કલાકે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં ગુજરાત વ્યાપી કોરોના સંક્રમણ અને નિયંત્રણો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે રાજ્ય માટે નવી ગાઈડલાઈન્સ(Corona Guidelines) પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ કેબિનેટની બેઠકમાં પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવ દ્વારા જિલ્લા પ્રમાણે આરોગ્ય સુવિધાની માહિતી રજુ કરવામાં આવશે.

જાણો શું લેવાઈ શકે છે મોટા નિર્ણયો:
આગામી ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું બજેટ આવશે જેને લઈને પણ ચર્ચા થઇ શકે છે. વધુમાં, આગામી રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી ગુજરાત સરકારે ગીર-સોમનાથ જીલ્લામાં નિર્ધારિત કરી છે તે અંગે પણ આયોજન અને ચર્ચા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાને લાગતા નિયમો અને નિયંત્રણો, સારવાર સૂચનો અને ભાવિ રણનીતિમાં સરકારને મદદરૂપ થવા માર્ગદર્શન માટે એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાલમાં જ ગાંધીનગરમાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તબીબોએ રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણ વધે નહિં તે માટે જનજાગૃતિ અને સતર્કતા તેમજ જન જાગૃતિ ઝૂંબેશ ચલાવવા ખાસ તાકિદ કરવામાં આવી હતી.

જોવામાં આવે તો હાલમાં 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ લાગુ છે. પરંતુ નવી ગાઇડલાઇનમાં જે શહેરોમાં સંક્રમણ વધી રહ્યું હોય તેવા શહેરોનો પણ આ દસ શહેરોની સાથે ઉમેરો થઈ શકે છે. બીજી લહેરમાં માત્ર 2000 કેસ આવવા લાગતા જ 4 મહાનગરમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. જ્યારે ત્રીજી લહેરમાં હવે 17 હજાર કરતા પણ વધુ કેસ સામે આવી રહ્યાં હોવાને કારણે નાઇટ કર્ફ્યૂ સવારના 9થી 6 વાગ્યાનો થવાની પ્રબળ શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *