સુરત(Surat): શહેરના કાપોદ્રા(Kapodra) ગણેશનગર કોલોની(Ganeshnagar Colony)માં BRTS રૂટ પર બેફામ પણે દોડતી કાર રત્નકલાકારને ટક્કર મારીને ઘટનાને અંજામ આપીને ત્યાંથી નાસી ગઈ હતી. હીટ એન્ડ રનની આ ઘટનામાં કારચાલક નાસી જવાને કારણે બિહારવાસી રત્નકલાકારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના મિત્રોએ જણાવતા કહ્યું હતું કે, વતન જઈ રહેલા મિત્ર રાહુલ સાથે સામાન લેવા માટે નીકળેલા સૂરજને કાળનો ભેટો થયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, સૂરજના જૂનમાં લગ્ન થવાના હતાં અને જેની તડામાડ તૈયારી ચાલી રહી હતી. પરિવારમાં મોટા દીકરાના અકસ્માત મોતના સમાચાર સાંભળીને માતમ છવાઈ ગયો હતો.
બેફામ દોડી રહેલી કારે સર્જ્યો અકસ્માત:
મૃતકના મિત્ર આલોક યાદવએ જણાવતા કહ્યું હતું કે, ઘટના શુક્રવારના રોજ બની હતી. રાહુલ ગોસ્વામી અને સૂરજગીરી બંને પોતાનો સામાન લેવા માટે અભિમન્યુ નામના મિત્રના ઘરે ગયા હતા. ઘરથી થોડે દુર ચાલીને જતી વખતે ગણેશનગર બીઆરટીએસ રોડ પરથી પસાર થઈ રહેલી પુરપાટ ઝડપે આવતી કાર સૂરજને ટક્કર મારીને ત્યાંથી ભાગી છૂટી હતી. ગંભીર રીતે ઘવાયેલા સૂરજને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ધામધુમથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી:
આ દુર્ઘટનામાં રાહુલ ગોસ્વામીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. રાહુલ ઘરે જઈ રહ્યો હતો. એનો સમાન એક મિત્રના ઘરે હોવાથી સૂરજને પોતાની સાથે લેવા નીકળ્યો હતો. ઘટનાની જાણ થતાં અન્ય મિત્રો પણ એકઠા થઇ ગયા હતા. સૂરજ ચાર મિત્રો સાથે બરોડા પ્રેસ્ટિજ ચંપકલાલની ચાલમાં રહેતો હતો. તમામ મિત્રો રત્નકલાકાર તરીકે કામ કરતા હતા અને પોતાના પરિવારને આર્થિક મદદ કરતા હતા.
આલોકે જણાવ્યું હતું કે, પરિવારમાં સૂરજનો એક નાનો ભાઈ છે. માતા-પિતા અને એક બહેન છે. સૂરજની તાજેતરમાં સગાઈ થઈ છે. 12 જૂને લગ્ન હતા. જ્યારે સુરજ ફ્રી થાય એટલે તે લગ્નની ખરીદીની વાત કરતો હતો. સૂરજનું લગ્નનું સપનું સપનું જ રહી ગયું. હાલમાં આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.