નરેશ પટેલ AAPમાં જોડાશે ? ગુજરાતના કેજરીવાલ ઈસુદાનનો ધડાકો- કહ્યું કે ગુપ્ત બેઠક…

ગુજરાત(Gujarat): હાલમાં જ 5 રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં પંજાબમાં પ્રચંડ બહુમતીથી ‘AAP’ની સરકાર બનતાં એની ઉજવણીના ભાગરૂપે આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે રાજકોટ(Rajkot)માં વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)ના આગેવાનો શહેરમાં આવી પહોંચ્યા હતા અને વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, જ્યાં ઇસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી માટે નરેશ પટેલ(Naresh Patel) એકમાત્ર વિકલ્પ બની શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે ભાજપ(BJP) સહિત અન્ય પક્ષોના 150થી વધુ લોકો AAPમાં જોડાશે.

ઈસુદાન ગઢવી ખોડલધામના પ્રમુખ સાથે ગુપ્ત મુલાકાત કરશે:
ઇસુદાન ગઢવીએ મીડિયાને વધુમાં જણાવ્યું હતું ,કે આજે નરેશ પટેલને મળવાનો કોઈ સત્તાવાર કાર્યક્રમ નહોતો. આમ આદમી પાર્ટી જાતિ-જ્ઞાતિથી ઉપર ઊઠીને બધાને સાથે લઈને ચાલશે. અમે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માંગીએ છીએ. હાલમાં તો એવું જાણવા મળી રહ્યું છે કે, ખોડલધામ પ્રમુખ સાથે ઇસુદાન અને આપ નેતા ગુપ્ત બેઠક યોજશે.

ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારયુક્ત છે અને કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મુકાયેલું છે, ત્યારે હવે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જેવા સ્વચ્છ છબિ ધરાવતા અને સાચા અર્થમાં લોકોની સેવા કરવા માટે હમેંશા તત્પર હોય તેવા લોકો માટે એકમાત્ર આમ આદમી પાર્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ખોડલધામના નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં આવવા ઈચ્છે તો અમે તેમને દિલથી આવકારીએ છીએ.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ભારતીય જનતા પાર્ટીમાં ભારે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે તેમજ કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ ટક્યું હોય તેવું દેખાઈ રહ્યું નથી. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી લોકોના હિત માટે આગળ આવશે. સાથે સાથે મુખ્યમંત્રી તેમજ નેતાઓને મળતી ફ્રી વીજળી સહિતની સુવિધાઓ સામાન્ય લોકોને પણ આપવામાં આવે એવા હેતુ સાથે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે અને આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય જેવા સામાન્ય લોકોને લાગતા મુદ્દાઓ સાથે ચૂંટણી લડવા મેદાનમાં ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *