વડોદરા(Vadodara): હોળીના તહેવારને આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે હોળી-ધુળેટીના પર્વને લઈ ગુજરાત પોલીસ(Gujarat Police) વડાના આદેશ મુજબ, પ્રોહીબીશનની કામગીરી માટે ડભોઇ પોલીસ સ્ટેશનના ઇ.પી.આઇ. એ.જી.પરમારે ડી સ્ટાફના જવાનોને સાથે રાખી ડભોઇ(Dabhoi) વડોદરા માર્ગ પર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.
વડોદરા પોલીસને બાતમી મળી હતી કે, ડભોઇ નજીક આવેલ તુલસી હોટલ પાસે એક કારમાં દારૂની હેરાફેરી થઇ રહી છે. બાતમીના આધારે પોલીસે તુલસી હોટલ પાસે ઉભેલી કારમા તપાસ કરતા વિદેશી દારૂની 360 બોટલો મળી આવી હતી.
પોલીસ ચેકિંગ દરમ્યાન મળી આવેલ બોટલોની કિંમત 1,89,000 અને કારની કિમત 1,50,000 રૂપિયા મળીને કુલ 3,39,000 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાર સહીત વિદેશીદારુનો જથ્થો ઝડપી પ્રોહીબીશનની કામગીરી હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા નજીક ડભોઇ ખાતે આવેલ તુલસી હોટલની બાજુમાં ઉભેલ સ્વીફ્ટ ડીઝાયર કાર જેનો નંબર - GJ-05-CK-0289 ને બાતમી આધારે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમા તેમજ આજુબાજુમા તપાસ કરતા કોઇ શંકાષ્પદ ઇસમ ના મળી આવતા કાર સહીત તેના ચાલક અને માલીક તેમજ દારુનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહીતની શોધખોળ સાથે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી સાથે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.