National Highway in Vadodara: વડોદરામાં નેશનલ હાઇવે પર એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના 5 સભ્યોનાં(National Highway in Vadodara) મોત થયા છે. મહત્ત્વનું છે કે, જામ્બુવાથી તરસાલી તરફ કારમાં જતાં પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં રોડની સાઇડમાં ઊભેલા કન્ટેનર પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત
વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોડી રાતે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતો પટેલ પરિવાર પોતાના મેડ્રી વતન રાજપીપલા ગયો હતો જ્યાંથી પરત આવતી વખતે રાતે હાઇવેની સાઈડ ઉપર ઉભેલું ટ્રેલર નજરે પડ્યું ન હતું જેથી કાર પાછળથી ઘુસી ગઈ હતી. સદર અકસ્માતમાં પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા.
આ લોકોના થયા મોત
મૃતકોના નામ પ્રજ્ઞેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, ઉર્વશીબેન પટેલ, ભૂમિકાબેન પટેલ, લવ પટેલ છે. જ્યારે ચાર વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો હતો જેનું નામ અસ્મિતા પટેલ છે. બનાવની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
વતનમાંથી પરત ફરતી વખતે હાઇવે પર રસ્તામાં ટ્રેલર પડ્યું
મૃતકોના સંબંધી તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં મારી ભત્રીજી, જમાઇ,જમાઇના નાનાભાઈ, તેમના પત્ની અને એક દીકરાનું મોત થયું છે. જ્યારે એક દીકરીનો બચાવ થયો છે. એ એમના વતનમાં ગયા હતા અને વતનમાંથી પરત ફરતી વખતે હાઇવે પર રસ્તામાં ટ્રેલર પડ્યું હતું, એટલે કાર ટ્રેલરમાં ઘૂસી ગઇ.
ચાર વર્ષની બાળકી અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો છે.
પિકનિકમાં ગયો હતો પરિવાર
પ્રજ્ઞેશભાઈ પટેલનો પરિવાર તેમના મિત્ર દિલીપસિંહ પરમારના પરિવાર સાથે ગઈકાલે સવારે 9:00 વાગે ભરૂચ જિલ્લાના નિકોરા ગામ ખાતે આવેલા પ્રજ્ઞેશભાઈના ખેતરમાં પિકનિક માટે ગયો હતો. આખો દિવસ પિકનિક મનાવ્યા બાદ બંને પરિવારો વડોદરા આવવા નીકળ્યા હતા. આ સમયે પ્રજ્ઞેશભાઈની અલ્ટો કાર આગળ ચાલી રહી હતી અને તેમના મિત્ર દિલીપસિંહ પરમારની કાર પાછળ ચાલી રહી હતી. આ સમયે અચાનક જ પ્રજ્ઞેશભાઈની કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા પરિવારના પાંચ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. પાછળ આવી રહેલા દિલીપસિંહના પરિવારે તુરંત જ કાર રોકી અકસ્માત સ્થળે પહોંચ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App