અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈને માર્ક ઝુકરબર્ગ અને તેના પત્ની દંગ રહી ગયા- પ્રિસલાએ વખાણ કરતા કહ્યું, ‘મને પણ આ જોઈએ છે’…

Anant Ambani Watch: ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી(Anant Ambani Watch) અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની સતત ચર્ચામાં છે. દેશ અને દુનિયામાંથી ત્યાં આવતા મહેમાનોને કારણે દુનિયાભરના લોકોનું ધ્યાન અહીં છે. આ ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમનીનો છેલ્લો દિવસ રવિવારે (3 માર્ચ, 2024) હતો અને બિલ ગેટ્સ, ઇવાન્કા ટ્રમ્પ, લક્ષ્મી મિત્તલ, ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ જેવા દિગ્ગજ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

દરમિયાન, સમારંભનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં અનંત અંબાણી, આકાશ અંબાણી અને ફેસબુકના માલિક માર્ક ઝૂકરબર્ગ તેમની પત્ની સાથે ઉભા જોવા મળ્યા હતા. માર્ક અને તેની પત્ની પ્રિસલા અનંત અંબાણી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. અનંત સાથે વાત કરતી વખતે અચાનક ઝકરબર્ગની પત્નીની નજર અનંત અંબાણીની ઘડિયાળ પર પડી અને તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે અનંતને તે ક્ષણ વિશે ઘણું પૂછતી પણ જોવા મળી હતી.

ઘડિયાળ કિંમતી હીરા અને નીલમણિથી જડેલી
અનંત અંબાણીની જે ઘડિયાળ જોઈને પ્રિસલાને આશ્ચર્ય થયું તે ‘પાટેક ફિલિપ’ની ‘ગ્રાન્ડમાસ્ટર ચાઈમ’ ઘડિયાળ છે. આ કાંડા ઘડિયાળની કિંમત 14 થી 18 કરોડ રૂપિયા છે. ઈન્ડિયન હોરોલોજીના ઈન્સ્ટાગ્રામ પેજ મુજબ, આ કાંડા ઘડિયાળમાં રિવર્સિબલ કેસ, ઈન્ડિપેન્ડન્ટ ડાયલ અને છ પેટન્ટેડ ઈનોવેશન જેવી ઘણી સુવિધાઓ છે. રિપોર્ટ અનુસાર, આ સ્પેશિયલ એડિશન ઘડિયાળ કિંમતી હીરા અને નીલમણિથી જડેલી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
અનંત અંબાણીના આ ઘડિયાળને લઈને પ્રિસલા ચોંકી જાય છે અને પછી તેની સાથે જોડાયેલી માહિતી માંગે છે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને યુઝર્સ ઘણા મીમ્સ પણ બનાવી રહ્યા છે.

લક્ઝુરિયસ બ્રાન્ડની ઘડિયાળની કિંમત કરોડોમાં હોય છે
વીડિયોમાં ઝુકરબર્ગના પત્ની પ્રિસિલાને અનંત અંબાણીના હાથમાં પહેરેલી લક્ઝુરિયસ ઘડિયાળને આશ્ચર્ય રીતે જોતા જોઈ શકાય છે અને ત્યારાબાદ ચાન આ ઘડિયાળ વિશે અનંત અંબાણી સાથે ચર્ચા કરે છે. માહિતી અનુસાર આ લક્ઝુરિયસ બ્રાન્ડની ઘડિયાળની કિંમત કરોડોમાં હોય છે. અગાઉ ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાન અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણીના બીજા દિવસે જંગલ-થીમ આધારિત પોશાકમાં જોવા મળ્યા હતા.

આ અગાઉ પણ અંનતના ઘડિયાળની ચર્ચા થઇ હતી
અનંતે એપ્રિલ મહિનામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના પહેલા દિવસે એન્ટ્રી કરી હતી, ત્યારે પણ તેમની ઘડિયાળ ચર્ચાનો વિષય હતી. તે સમયે અનંત અંબાણીએ પાટેક ફિલિપ્પેની ઘડિયાળ કેરી કરી હતી. જેની કિંમત 18 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. સાથે ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે આ ઘડિયાળને બનાવવામાં 100,000 કલાકનો સમય થયો હતો.