જોત જોતામાં જ ડ્રાઈવર સહિત રોડમાં સમાઈ ગઈ કાર- જુઓ દિલધડક વિડીયો

રાજધાની દિલ્હીમાં સોમવારે સવારથી વરસાદના કારણે કેટલાક સ્થળોએ લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી. દ્વારકામાં ગઈ કાલે સાંજે ખુબ જ ભારે વરસાદ પડવાને કારણે એક કાર…

રાજધાની દિલ્હીમાં સોમવારે સવારથી વરસાદના કારણે કેટલાક સ્થળોએ લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી. દ્વારકામાં ગઈ કાલે સાંજે ખુબ જ ભારે વરસાદ પડવાને કારણે એક કાર ભૂવામાં સમાઈ ગઈ હતી. આ કારની અંદર એક વ્યક્તિ પણ હતો. મળતી માહિતી અનુસાર કાર ચલાવનાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો નહોતો.

મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે દિલ્હી પોલીસનો એક જવાન અશ્વની કુમાર તેની આઈ 10 કારમાં તેના મિત્રને મળવા જઇ રહ્યો હતો. જ્યારે તે દ્વારકાના ઈનક્રેડિબલ રોડ પર પહોંચ્યો ત્યારે અચાનક તેની કાર રસ્તાની અંદર સમાઈ ગઈ હતી. ઘટના દરમિયાન તે કારની અંદર પણ ફસાઈ ગયો હતો. આ અકસ્માતમાં અશ્વની કુમાર સંપૂર્ણ સલામત છે. અશ્વની કુમાર પટેલ નગર સેક્ટરમાં ફરજ બજાવી રહ્યા છે.

અચાનક જ રસ્તાની અંદર કાર સમાઈ જતા ભારે હોબાળો મચ્યો હતો. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ત્યારબાદ કારને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતનો બનાવ બનતા રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.

અગાઉ ભારે વરસાદને કારણે પ્રહલાદપુર અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ડૂબી જતા 27 વર્ષિય યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક રવિ ચૌટાલા જેતપુર વિસ્તારનો રહેવાસી હતો. પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકોની પૂછપરછમાં રવિ સેલ્ફી લેવા અને વીડિયો બનાવવા પાણીમાં ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લાશને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

સોમવારે સવારે દિલ્હીમાં વરસાદને કારણે આઇટીઓ અને બ્રિજ પ્રહલાદપુર સહિતના ઘણા માર્ગોમાં પાણી ભરાયા હતા. જેના કારણે ટ્રાફિકને પણ અસર થઈ હતી. વરસાદને કારણે રીંગરોડ, પ્રગતિ મેદાન, પાલમ, કીરીરી અને રોહતક રોડ પણ છલકાઇ ગયા હતા. બ્રિજની બાજુથી પ્રહલાદપુર અંડરપાસ, ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *