સૌરાષ્ટ્રમાં ફરી સામે આવ્યો એક લવ જેહાદનો કેસ: મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને બળજબરી પૂર્વક કરાવ્યું ધર્મપરિવર્તન

રાજ્યમાં લવ જેહાદનો કાયદો બન્યા બાદ દિવસેને દિવસે લવ જેહાદનો કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કાયદો લાગુ થયા બાદ યુવતીઓ જબરદસ્તી ધર્મ પરિવર્તન અને માનસિક ત્રાસને લઈને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રહી છે. ત્યારે હવે લવ જેહાદનો એક કેસ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે.

સૌરાષ્ટ્રના રાજકોટ શહેરના ધોરાજીમાંથી ફરી એક વાર લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. પરણિત મુસ્લિમ યુવાન હિંદુ યુવતીને ધર્મપરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ આપી રહ્યો હતો.

યુવાને ઈન્સ્ટાગ્રામ પર ધાર્મિક લેખ લખીને મોકલી આપ્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. તેમજ તેમણે મુસ્લિમ ધર્મ અપનાવી લેવા માટે સતત યુવતીને માનસિક ત્રાસ આપી રહ્યો હતો.આ સમગ્ર ઘટના અંગેની જાણ યુવતીના ભાઈને થતા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી મહંમદને આ અંગેની જાણ થતા તે નાચી છુટ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં જાણકારી મળી હતી કે, આરોપી અંકલેશ્વરમાં છે.

આ અંગે પોલીસ દ્વારા મહંમદની અંકલેશ્વર એસ.ટી ડેપોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, પોલીસની પ્રથમ તપાસમાં આરોપી મહંમદ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાના ખુલાસા કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે આ સમગ્ર ઘટના અંગે લવ જેહાદ કાયદા હેઠળ ગુનો નોંધીને પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *