3 વર્ષનું બાળક 3 દિવસ સુધી ગાઢ જંગલમાં એકલું ફસાઈ જાય તો તેની હાલત કેવી હશે. પુખ્ત વયના લોકો માટે પણ આવી પરિસ્થિતિ ખૂબ જ ભયાનક હોય છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં એક નાનું બાળક 3 દિવસ સુધી જંગલમાં એકલું ફસાઈ ગયું હતું અને જરા પણ ગભરાયું નહોતું. તપાસકર્તા હેલિકોપ્ટરની મદદથી જ્યારે આ બાળક મળી આવ્યું ત્યારે તે એક ડ્રેઇન પાસે બેસીને પાણી પીવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને ખ્યાલ પણ ન હતો કે તે 3 દિવસ સુધી કેટલો ભયમાં હતો.
બીમારીએ ડર દુર કરી દીધો:
એન્થની ‘એજે’ આલ્ફાલેક સિડનીથી 90 માઇલ ઉત્તરે આવેલા ગામમાં તેના ઘરની પાછળના જંગલી વિસ્તારમાં ખોવાઇ ગયો હતો. આ દરમિયાન તેને સતત શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને 3 દિવસ બાદ તે ટી-શર્ટ અને નેપી પહેરીને ડ્રેઇન પાસે બેઠેલો જોવા મળ્યો હતો. બાળકને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે અને પરિવારને સોંપી દેવામાં આવ્યું છે. મેટ્રો યુકેના રિપોર્ટ મુજબ બાળકને ઓટીઝમ છે. આ કારણે તે જંગલમાં એકલો હતો અને તેને ખતરો હતો તેના પર તે ધ્યાન ન આપી શક્યો, તેથી તે ગભરાટ વગર 3 દિવસ ત્યાં રહ્યો.
નજીકમાં મળ્યું પાણી:
તપાસકર્તાઓનું માનવું છે કે, બાળક ઝાડીઓમાં થાકીને ઉંધી ગયું હશે અને નજીકમાં પીવા માટે પાણી મળ્યું હશે. તેને ખ્યાલ પણ ન હતો કે તે ખોવાઈ ગયો છે. તે ત્યાં ઝાડીઓમાં કંઈક શોધી રહ્યો હશે, જેણે તેને આખો સમય વ્યસ્ત રાખ્યો. આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારથી લોકો આશ્ચર્યચકિત છે કે બાળક 3 દિવસ સુધી ખોરાક વગર જંગલમાં એકલું રહ્યું અને બચી ગયું. જ્યારે ત્યાં તાપમાન રાત્રે 2 ડિગ્રી સુધી ઘટી જાય છે.
બાળક મળી ગયો ત્યારે એક આખો પીઝ્ઝો ખાઈ ગયો:
બાળકને ખૂબ ભૂખ લાગી હતી અને મળ્યા બાદ તેણે આખો પીઝા ખાધો હતો. એજેના પરિવારે તેમને મળ્યા બાદ પાર્ટી આપી છે. તે જ સમયે, હેલિકોપ્ટરના પાયલોટ જોનાથન સ્મિથે, જેણે બાળકને શોધી કાઢ્યું હતું તેણે જણાવ્યું હતું કે, ‘અમે આવા ઘણા મિશનનો એક ભાગ બનીએ છીએ પરંતુ અગાઉ ક્યારેય આવું કામ કર્યું નથી. આમાં સકારાત્મક પરિણામ મળવું ખરેખર આનંદદાયક હતું. અમે બધા ખૂબ જ લાગણીશીલ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.