અમદાવાદની એક ઈમારતમાં લાગી ભયંકર આગ, કોન્સ્ટેબલે જીવના જોખમે 14 લોકોને બચાવ્યા

મધ્ય ગુજરાતમાં આવેલ અમદાવાદમાં પંચવટી ચાર રસ્તા નજીક આવેલા શિલી રત્ન બિલ્ડિંગમાં ગઈકાલના રોજ આગ લાગવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ આગની ઘટનાની જાણ ફાયર…

મધ્ય ગુજરાતમાં આવેલ અમદાવાદમાં પંચવટી ચાર રસ્તા નજીક આવેલા શિલી રત્ન બિલ્ડિંગમાં ગઈકાલના રોજ આગ લાગવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયરના જવાનો દ્વારા આગને ઓલવવાની અને આગમાં ફસાયેલા લોકોને રેસક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ ન હતી પરંતુ, કયા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું ન હતું.

હાલમાં સોશ્યલ મીડિયામાં પોલીસ કોન્સ્ટેબલની કામગીરીના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે કારણ કે, જે ફ્લોર પર આગ લાગી હતી તે ફ્લોર પર જઈને પોલીસ કોન્સ્ટેબલે આગમાં ફસાયેલા લોકોને પોતાના જીવના જોખમે રેસ્ક્યુ કર્યા હતા. પોલીસ કોન્સ્ટેબલની સાથે TRBના જવાને પણ લોકોને રેસ્ક્યુ કરવામાં મદદ કરી હતી. પોલીસ કોન્સ્ટેબલે પોતાના જીવના જોખમે જે માળ ઉપર આગ લાગી હતી તે આઠમા અને નવમા માળ પર જઈને 14 લોકોને રેસ્ક્યુ કરીને બિલ્ડિંગમાંથી નીચે ઉતાર્યા હતા.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં પંચવટી ચાર રસ્તા નજીક આવેલા શિલી રત્ન નામની બિલ્ડીંગના સાતમા માળે આગ લાગવાની ઘટના બની હતી. બિલ્ડિંગમાં ધુમાડા નીકળતા હોવાના કારણે નજીકથી પસાર થતો પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને તેનો મિત્ર સની સોલંકી તાત્કાલિક લોકોની બચાવવાની કામગીરી માટે બિલ્ડિંગના સાતમાં માળ પર ચઢી ગયા હતા. સાતમાં માળ પર રહેલી એક ઓફિસમાંથી ફસાયેલા લોકોનો અવાજ આવતા યુવરાજસિંહે તાત્કાલિક ઓફિસનો દરવાજો ખોલી પોતે પોલીસ કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી તમામ લોકોને સલામત રીતે બિલ્ડિંગમાંથી નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહ અને તેની સાથે રહેલો TRB જવાન સની સોલંકી બિલ્ડિંગના આઠમા અને નવમા માળે પહોંચ્યા હતા અને બંને માળમાં ફસાયેલા 10 જેટલા લોકોને સલામત રીતે બિલ્ડિંગમાંથી નીચે ઉતાર્યા હતા. તો બીજી તરફ કોન્સ્ટેબલની સાથે ફાયરના જવાનો પણ બચાવ કાર્યમાં લાગી ગયા હતા.

આ સમગ્ર ઘટના રવિવારે સવારે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, રવિવારે બની હોવાના કારણે બિલ્ડીંગની મોટાભાગની ઓફિસો બંધ હતી. જેના કારણે મોટી જાનહાની થતાં અટકી હતી. ફાયરના જવાનોને કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. એવું જાણવા મળી રહ્યું છે કે, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જ્યારે બિલ્ડિંગમાં લોકોને બચાવવા પહોંચ્યા હતા ત્યારે તેમને ગુંગણામણની અસર થઇ હતી. છતાં પણ તેમણે TRB જવાનની સાથે મળીને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *