આ તો ‘પુષ્પા’નો પણ બાપ નીકળ્યો: બુટલેગરે દારૂ સંતાડવા માટે એવો કીમ્યો અપનાવ્યો કે… -પોલીસ પણ જોતી રહી ગઈ

800 liquor boxes seized in Ahmedabad : ગુજરાતમાં ખાલી કહેવા પુરતું જ છે કે ગુજરાતમાં દારુ બંધ છે, તે માત્ર ચોપડાઓ પુરતું જ દારૂ બંધ…

800 liquor boxes seized in Ahmedabad : ગુજરાતમાં ખાલી કહેવા પુરતું જ છે કે ગુજરાતમાં દારુ બંધ છે, તે માત્ર ચોપડાઓ પુરતું જ દારૂ બંધ છે.કેમ કે ગુજરાતમાં બુટલેગરો રોજ ને રોજ નવા કીમિયા અપનાવીને રાજ્યમાં દારૂ ઘૂસાડતાં જોવા મળે છે.તો પોલીસ પણ બુટલેગરોના નવા નવા કીમિયા નાકામ કરવામાં સક્ષમ બની ગઈ છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદથી આવી રહ્યો છે.(800 liquor boxes seized in Ahmedabad ) બુટલેગરે પોલીસની આંખોમાં ધૂળ નાંખવાનો માસ્ટર પ્લાન તો બનાવ્યો પણ પોલીસ આગળ તે કામ નો કર્યો.

અમદાવાદમાં દારૂની હેરાફેરીમાં વિચિત્ર મોડસ ઓપરેન્ડી સામે આવી છે.જેમાં ફિલ્મ પુષ્પા સ્ટાઈલથી દારૂની હેરાફેરી કરાતી હતી. આ માટે દારૂના બુટલેગરોએ ગેસના ટેન્કરમાં ખાના બનાવી દારુ સંતાડ્યો હોવાનો મુદ્દો સામે આવ્યો છે. ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા બુટલેગરોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોઈ તેવી રીતે દારૂનું વેચાણ કરી રહ્યા છે જેમાં અમદાવાદના વિવેકાનંદનગર પોલીસે એક કન્ટેનરના ડ્રાઈવરને ઝડપ્યો છે.

ડ્રાઈવરની પોલીસે ધરપકડ કર્યા બાદ તેની તપાસ કરતા 800થી વધારે દારૂની પેટીઓ ઝડપી(800 liquor boxes seized in Ahmedabad) પાડવામાં આવ્યા છે. આ વચ્ચે 10 લાખથી વધુનો મુદ્દામાલ હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. તેમજ નાગાલેન્ડ પાર્સિંગના કન્ટેનરમાંથી દારૂ ઝડપાયો છે. વિવેકાનંદનગર પોલીસે કન્ટેનરના ડ્રાઈવરને ઝડપ્યો છે.

આ અગાઉ પણ અનેકવાર આવા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે તેમ છતાં જાણે કે આ ઈસમો સુધરવાનું નામ લઇ રહ્યા નથી.આ ઉપરાંત આ અગાઉ અમદાવાદમાં એસિડના ટેન્કરમાંથી દારૂનો જથ્થો લઈને આવતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. બાવળા પોલીસ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગમાં હતી ત્યારે બાતમી મળી કે એક કથ્થઈ રંગના ટેન્કરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે.

જે બાતમીના આધારે એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું. પોલીસે ટેન્કરના આગળના અને પાછળના બોડીના ભાગે લોખંડના પાના વડે ટકોર મારી ચકાસતા અવાજમાં તફાવત આવ્યો હતો. જેથી શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ કરી હતી. અને ટેન્કરમાંથી રૂપિયા 5.50 લાખની કિંમતના વિદેશી દારૂ સહિત 35.51 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *