વડોદરામાં વિધર્મી યુવકે પરિણીત મહિલાને બનાવી હવસનો શિકાર… મહિલાને ઝાડીઓમાં ખેંચી જઈ આચર્યું દુષ્કર્મ 

Religious youth raped a woman In Vadodara: ગુજરાતમાં ફરી એકવાર વિધર્મી યુવક પર વિશ્વાસ કરવો યુવતીને ભારે પડ્યું છે. વડોદરા નવાયાર્ડ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના જ વિસ્તારમાં રહેતો વિધર્મી યુવક પર વિશ્વાસ મૂકયો હતો. જોકે, યુવકે એકલતાનો લાભ ઉઠાવી ઝાડીઓ માં ખેંચી જઈ દુષ્કર્મ(Religious youth raped a woman In Vadodara) આચર્યું હતું. પોલીસે દુષ્કર્મ આચરનાર પરિચિત વિધર્મી યુવકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેલી પરિણીતા માતાજીના દર્શન કરવા છાણી ખાતે જવા નીકળી હતી. આ દરમિયાન પરિણીતાના ઘર પાસે જ રહેતો આમિર પઠાણ બાઇક લઈને તેની પાસે આવ્યો હતો અને તે પણ મંદિર તરફ જતો હોવાનું અને પરિણીતાને છોડી દેશે તેમ કહ્યું હતું. પરિણીતા તેને ઓળખી હોવાથી તેની સાથે ગાડી પર બેસી મંદિર જવા નીકળી હતી.

પરિણીતા મંદિરે પહોંચે તે પહેલા જ આમિરે બાઈક મૂકી મહિલાને ઝાડીઓમાં ખેંચી ગયો હતો અને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવને પગલે પરિણીતાએ તેના પતિને જાણ કરી હતી. પરિણીતાના પતિએ નરાધમ આમિર સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ગણતરીના કલાકોમાં જ છાણી પોલીસે આમિર પઠાણની ધરપકડ કરી હતી.

સમગ્ર ઘટના અંગે એસીપી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, પરિણીતા અને આરોપી આમિર એક બીજાને ઘણા સમયથી ઓળખતા હતા. જેના કારણે પરિણીતા યુવક પર ભરોસો રાખી બાઇક પર બેસી મંદિરે જવા નીકળી હતી. અને ત્યાર બાદમાં આમિરે વિશ્વાસઘાત કરી પરિણીત પર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ બાદ પોલીસે આમિર પઠાણની ધરપકડ કરી બાઇક સહિતના પુરાવા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *