લોકો પોતાના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની ઉજવણી કેક કટીંગ કરી કે પાર્ટીનું આયોજન કરી અલગ અલગ રીતે કરતા હોય છે. પરંતુ, કચ્છના સોની દંપતીએ પોતાની 37મી વર્ષગાંઠ નિમિતે જરુરિયાતમંદ પરિવારને દાન આપી અલગ રીતે લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. અખિલ ભારતીય સોની સમાજના પ્રમુખ અને ભાજપના પૂર્વ મહામંત્રી ભરતભાઈ સોની અને પૂર્વ સરપંચ જિજ્ઞાબેન સોનીએ પોતાના લગ્ન જીવનની 37મી વર્ષગાંઠ અનોખી રીતે ઉજવી 37 પરિવારોને ઉપયોગી થવા પહેલ કરી છે.
દીકરીના લગ્ન વખતે મજૂરોને હાથલારી આપી હતી
લગ્ન વખતે તેમની પાસે પોતાનું ઘર પણ ન હતું. જે વેદનાને સમજી આ દંપતી દ્વારા રાહ ચીંધનારી અનોખી પહેલ કરવામાં આવી છે. અગાઉ પણ પોતાની પુત્રીના લગ્ન પ્રસંગે લોકો રોજગારી મેળવી શકે એ માટે ગરીબ મજૂરોને હાથલારી આપી સેવા કરી હતી.
મકાન વિહોણા પરિવારોને મદદ
જિજ્ઞાબેન અને ભરતભાઈએ આજે 37મી લગ્ન વર્ષગાંઠે 37 મકાન વિહોણા પરિવારોને દરેકને 37000 રૂપીયાની સહાય આપી ઉપયોગી થઈ મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમની આ પહેલ ઘણાને રાહ ચિધનારી બની શકે છે. પૂર્વ સરપંચ રહેલા જિજ્ઞા બેન તેમજ તેમના પતિ ભરતભાઈ સોનીએ કાર્યકાળ દરમિયાન અનેક વિકાસના કામો કરી લોકચાહના પ્રાપ્ત કરી છે અને આ દંપતી સેવાની સુવાસ પ્રસરાવી રહ્યા છે. તેમની આ પહેલથી ઘર વિહોણા પરિવાર તરફથી પરોક્ષ રીતે આશીર્વાદ મળતા રહ્યા છે.
પત્નીના આગમનથી અનેક સફળતા મળી
પોતાના જીવનમાં પત્નીનું શુ મહત્વ છે તે સમજાવતા ભરતભાઈએ કહ્યું કે, દરેકના સફળ જીવનમાં એક સ્ત્રીનું મહત્વનું યોગદાન હોય છે. જેમાં માં, દીકરી, બહેન કે પત્ની કોઈ પણ સ્વરૂપ હોઈ શકે છે. મારા જીવનસાથીના આગમનથી મને અનેક સફળતા મળી છે ઉપરાંત મુશ્કેલીઓ પણ બને સાથે રહીને દુર કરી છે. આમ તેમણે જીવનમાં નારીનું મહત્વ સમજાવ્યું હતું. આ કિસ્સો કચ્છમાંથી જાણવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle