અમદાવાદના જુહાપુરામાં શાકભાજી લેવા નીકળેલા દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા મોત- બે સંતાનોએ ગુમાવી માતાની છત્રછાયા

Mother dies in Ahmedabad accident: રાજ્યભરમાં અકસ્માતના સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. હાલ અમદાવાદ માંથી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તેમાં અમદાવાદમાં જુહાપુરામાં રહેતું દંપતી ઘરેથી શાકભાજી લેવા માટે એક્ટિવા લઈને નીકળ્યું હતું. જોકે, રસ્તામાં આઇસર ટ્રકે તેમની એક્ટિવાને અડફેટે લેતા મહિલા નીચે પડી ગયી હતી.(Mother dies in Ahmedabad accident) આ બનાવમાં મહિલા પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેમને ગંભીર ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કરી દીધા છે.આ બનાવમાં પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પતિએ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી
મળતી માહિતી અનુસાર,ફતેવાડી માર્ગ વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ ખાને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે કે, તેઓ નોકરી કરે છે, જ્યારે તેમની પત્ની રૂક્સાના નાનું મોટું કામ અને સિલાઈ કામ પણ કરતા હતા. તેમને બે દીકરીઓ છે જે મોટી દીકરી 17 વર્ષ અને નાની દીકરી 13 વર્ષની છે. 29 ઓગસ્ટે 11 વાગ્યાના અરસામાં તેઓ અને તેમની પત્ની એક્ટિવા પર જુહાપુરા વિસ્તારમાં શાકભાજી લેવા માટે ગયા હતા.

બ્રેક મારવાને બદલે ટ્રક ચલાવી મૂક્યો
શાકભાજી લઈને પાછા આવી રહ્યા હતા ત્યારે એક આઇસર ટ્રક તેમની નજીક આવી હતી અને તેમની એક્ટિવાને અડફેટે લેતા તેમની પત્ની નીચે પડી ગયા હતા. જોકે ચાલકે બ્રેક મારવાને બદલે તેને ટ્રક ચલાવી મૂકતા ટાયર પત્ની પરથી ફરી વળ્યું હતું. આ બનાવમાં રૂક્સાનાને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસે ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી
આ બનાવ પછી પોલીસે આઇસર ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, આ અગાઉ માર્ગ અકસ્માતમાં અનેક નિર્દોષોના મોત નિપજ્યા છે. ત્યારે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારને ન્યાય મળે તે માટે પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *