રક્ષાબંધનના દિવસે જ 4 બહેનોએ ગુમાવી 2 ભાઈઓની છત્રછાયા- તળાવમાં ડૂબી જતા પરિવારમાં સર્જાયો કલ્પાંત

Published on Trishul News at 2:30 PM, Thu, 31 August 2023

Last modified on August 31st, 2023 at 2:31 PM

2 youths died due to drowning in Surendranagar: હાલ રાજ્યમાં ડૂબવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમાં કાલે રક્ષાબંધન જેવા પર્વ પર એક બહેન પોતાના બે ભાઈ ગુમાવી દીધા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાના ઢાંકી ગામ નજીક આવેલી વગડીયા ગામની સીમમાં આવેલી ખેત તલાવડીમાં બે સગા ભાઇઓ ડૂબી જતા બંને ભાઈઓના મોત નીપજયા હતા.મળતી માહિતી અનુસાર,સુરેન્દ્રનગર જિલ્લાના(2 youths died due to drowning in Surendranagar) લખતર તાલુકાના ઢાંકી ગામ નજીક આવેલી ખેત તલાવડીમાં ઢોર ચારવા ગયેલા બે સગા ભાઈઓ ડૂબી ગયા છે.

બંનેના ભાઈના ઘટના સ્થળે મોત નીપજયા હતા. આજુબાજુના લોકોને જાણ થતા આજુબાજુના લોકો દ્વારા પોલીસ વિભાગ નો સંપર્ક સાધવામાં આવ્યો છે પોલીસ વિભાગની ટીમ ઘટના જોડી જઈ અને બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે બંને મૃતકો સિદ્ધરાજ કરણાભાઈ સભાડ અને વીનેશ કરણાભાઈ સભાડ બન્ને સગા ભાઈઓના ખેત તલાવડીમાં ડૂબવાના કારણે મોત નિપજ્યાનું સામે આવ્યું છે.

બન્નેના મૃતદેહ પાણી માંથી બહાર કાઢવામાં આવ્યા છે અને બંને મૃતકો ની ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના દિવસે જ બંને ભાઈઓ ગાય ચરાવવા ગયા હતા અને ત્યારબાદ નાહવા પડ્યા હોય અને ડૂબી ગયા હોવાનો પ્રાથમિક તારણમાં વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

હાલમાં ચાર બહેનોએ રક્ષાબંધનના દિવસે જ પોતાના ભાઈઓની છત્રછાયા ગુમાવી છે ત્યારે પરિવાર પણ કલ્પાત સર્જી રહ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે.જોકે આ અંગે લખતર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે બંને મૃતકોની ડેટ બોડીને તળાવમાંથી બહાર કાઢી અને ત્યારપછી પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે

આ બાબતની પરિવારજનોને જાણકારી આપવામાં આવતા પરિવારજનો પણ ઘટના સ્થળે ઉપરાંત હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે અને ત્યાં પણ વાતાવરણ ગંભીર બન્યું છે બે સગા ભાઈઓના ડૂબી જવાના કારણે મોત નીપજતા હાલમાં રક્ષાબંધનના દિવસે જ બહેનોની આંખોમાં ખુશીની જગ્યાએ આંસુ જોવા મળ્યા છે.

Be the first to comment on "રક્ષાબંધનના દિવસે જ 4 બહેનોએ ગુમાવી 2 ભાઈઓની છત્રછાયા- તળાવમાં ડૂબી જતા પરિવારમાં સર્જાયો કલ્પાંત"

Leave a comment

Your email address will not be published.


*