બાવળા-બગોદરા હાઇવે થયો લોહીલુહાણ: ચોટીલા દર્શન કરી પરત ફરતા નડ્યો અકસ્માત- 10 લોકોના ઘટનાસ્થળે મોત

Accident on Bavla-Bagodara highway: અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ફરી એકવાર મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતીઓ કે, ઘટના સ્થળે જ 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોત નીપજ્યા છે.

મળતી માહિતી અનુસાર, કપડવંજ અને બાલાસિનોર ગામના 17 લોકો છોટા હાથીમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. મંદિરે દર્શન કરીને પરત ફરતા ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર અકસ્માતમાં 10 લોકોના મોત થયાંનું જાણવા મળી રહ્યું છે, જ્યારે 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોની ભીડ જમા થઇ ગયી હતી. ત્યાર બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર અકસ્માત સર્જાયો છે.

અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે તેમજ લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. હાઈવે પર લોહીની નદી વહી હોય તેવા કરુણ દ્રશ્યો સર્જાયા છે.

અકસ્માતની સમગ્ર ઘટના અંગે અમદાવાદ જિલ્લા DSP અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં 5 મહિલા, 3 બાળકો, 2 પુરુષનું મોત થયા છે. જયારે અન્ય 10 લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, 10 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થતાં ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *