અવાર નવાર રખડતા ઢોરો (Stray cattle)નો આંતક સામે આવતો જ રહે છે. જેને કારણે કેટલાય લોકોના જીવ પણ જતા હોય છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આજે જૂનાગઢ (Junagadh)માં પણ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. બે બાઇકસવાર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ દીવાલ પરથી માથે ગાય(cow) પડી હતી. જોકે સદનસીબે બંનેના જીવ બચી ગયા છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે.
View this post on Instagram
ઘટના કેમરામાં કેદ:
મળતી માહિતી અનુસાર, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર બે બાઇકસવાર નીકળી રહ્યા હતા, આ દરમિયાન દીવાલ પર ઊભેલી ગાય અચાનક નીચે પડી હતી. ગાય પડતાં બંને બાઇકચાલક નીચે પટકાયા હતા, જેમને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા છે. જોકે સદનસીબે બંનેના જીવ બચી ગયા છે.
જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ?
અવાર નવાર આવી ઘટનાઓ સામે આવતી હોવાથી લોકોમાં રોષ જણાઈ રહ્યો છે. તેમજ આ અંગે ચર્ચાઓ થઈ રહી છે કે, જો કોઈ જાનહાનિ થઈ હોત તો આ મામલે જવાબદાર કોણ હોત? શહેરમાં રખડતા ઢોરો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.