એક સાથે ત્રણ જિંદગી હોમાઈ… સગર્ભા મહિલા અને પાંચ વર્ષના દીકરાની લાશ મળતા ચારેબાજુ હાહાકાર

મેરઠ (Meerut)ના હસ્તિનાપુર વિસ્તારમાં બેંક મેનેજર (Bank Manager)ની ગર્ભવતી પત્ની અને તેના 5 વર્ષના પુત્રની લાશ ઘરના પલંગ પરથી મળી આવી હતી. મૃતદેહ જોતા એવું…

મેરઠ (Meerut)ના હસ્તિનાપુર વિસ્તારમાં બેંક મેનેજર (Bank Manager)ની ગર્ભવતી પત્ની અને તેના 5 વર્ષના પુત્રની લાશ ઘરના પલંગ પરથી મળી આવી હતી. મૃતદેહ જોતા એવું લાગે છે કે, બંનેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે મહિલાનો પતિ ઘરે ન હતો.

મળતી માહિતી અનુસાર, રામલીલા ગ્રાઉન્ડ કોલોનીમાં રહેતા સંદીપ કુમાર બિજનૌરમાં PNB બ્રાન્ચમાં મેનેજર તરીકે કામ કરે છે. સંદીપ સોમવારે સવારે બેંક ગયો હતો, તેની પત્ની શિખા (34 વર્ષ) અને પુત્ર રૂદ્રાંશ (5 વર્ષ) ઘરે હતા. સાંજે સંદીપ ઘરે પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. જે બાદ તેણે પત્નીને ફોન કર્યો હતો પરંતુ પત્નીએ ફોન ઉપાડ્યો નહોતો.

લાંબા સમય સુધી રાહ જોયા પછી, તેને કંઈક અઘટિત થવાની શંકા હતી, તેથી તેણે પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે તાળું તોડી અંદર જઈને જોયું તો બધો સામાન વેરવિખેર પડ્યો હતો. શોધખોળ કરતાં બેંક મેનેજરની પત્ની અને તેના 5 વર્ષના પુત્રની લાશ પલંગની અંદર પડેલી મળી આવી હતી.

આ બાબતે મેરઠના એસએસપી રોહિત સિંહે જણાવ્યું કે, સોમવારે સાંજે હસ્તિનાપુર પોલીસ સ્ટેશન હેઠળ એક વ્યક્તિને જાણ કરવામાં આવી કે તે તેની પત્ની અને તેના બાળકનો સંપર્ક કરી શક્યો નથી અને ઘરને તાળું મારી દીધું છે. જેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પત્ની અને બાળકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

એક, બે કલાકમાં પત્ની અને બાળક ન મળતાં વ્યક્તિ અને અનેક લોકોની હાજરીમાં ઘરનું તાળું તોડી તપાસ કરવામાં આવી ત્યારે ઘરમાંથી પત્ની અને બાળક મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું જણાય છે. તેઓના લગ્નને 7 વર્ષ થયા હતા. મહિલાના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *