દિલ્હી: દિલ્હી(Delhi)માં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક નશામાં ધૂત યુવકે(Drunk youth) બીડી ન આપવા બદલ મહિલાનું ગળું કાપી નાખ્યું(The woman’s throat was slit) હતું. હોસ્પિટલ(Hospital)માં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. આ ઘટના રવિવારે રાત્રે ડાબરી વિસ્તાર(Dabri Area)માં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી ડ્રગ્સનો વ્યસની(The accused is addicted to drugs) છે.
મહિલાની ઓળખ વિભા તરીકે કરવામાં આવી છે. તે ડાબરીમાં જ રહેતી હતી. આરોપી દિલીપ પણ આ જ વિસ્તારનો હતો. તેના પતિ સિવાય વિભાના પરિવારમાં બે નાના બાળકો છે. મહિલા એક જનરલ સ્ટોર ચલાવતી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આરોપી દિલીપ વિભા પાસેથી બીડીની માંગણી કરતો હતો. જ્યારે તેણે ના પાડી ત્યારે તેના પર ખૂન સવાર હતું.
બીડી ન આપી તો કાપ્યું ગળું – જુઓ દિલધડક વિડીયો #trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate pic.twitter.com/POkQwRQQMV
— Trishul News (@TrishulNews) October 5, 2021
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, આરોપી જનરલ સ્ટોરની બહાર મહિલા સાથે દલીલ કરી રહ્યો છે. જેમ જેમ દલીલ વધે છે, તે તેની બેગ નીચે મૂકે છે, પછી તેમાંથી છરી કાઢે છે. મહિલા ગભરાઈને રસ્તા પર આવી જાય છે. તે મહિલાની નજીક આવે છે અને તેને પકડે છે. ત્યારબાદ તેનું ગળું છરીથી કાપી નાખે છે. મહિલા ત્યાં બેભાન થઈને પડી જાય છે.
ગુનો કર્યા બાદ આરોપી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. જોકે, ત્યાં હાજર લોકોએ તેને પકડીને માર માર્યો હતો. ત્યારબાદ ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.