રાજકોટ(ગુજરાત): સાતમ-આઠમની રજામાં રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી પત્રકાર સોસાયટીમાં એક બંધ મકાનને ચોરોએ નિશાન બની તેમાં ચોરી કરી હતી. બે દિવસથી ચોરો સાયકલ પર આવીને ઘરમાં ચોરી કરતા હતા. બંધ મકાનમાંથી ચોરોએ 23 લાખ રોકડા અને 14 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
મળતી માહિતી મુજબ, સાતમ-આઠમના પર્વ પર રાજસ્થાનના ઉદયપુરમાં 28 ઓગસ્ટના રોજ બપોરના 3.30 વાગ્યે રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટીમાં રહેતા અને શાપર-વેરાવળમાં ઇન્ડસ્ટ્રી ધરાવતા કારખાનેદાર મોહસીનભાઈ પટેલ પરિવાર સાથે ફરવા માટે ગયા હતા. તે દરમિયાન રાજકોટ ગઈકાલે રાત્રિના 12.15 વાગ્યે પરત ઘરે આવ્યા હતા. તે દરમિયાન સવારના સમયે ઘરમાં ચોરી થયાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસને આ અંગે જાણ કરી હતી.
આ અંગે CCTV ફૂટેજમાં ચડ્ડી પહેરી સાયકલ પર સવાર એક વ્યક્તિ અને તેની સાથે ચાલીને આવતો એક વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પીડિતની ફરિયાદી પરથી ગુનો નોંધી આરોપીને પકડવા માટે તપાસ શરુ કરી છે. ચોરોએ 23 લાખ રોકડા તેમજ 14 લાખની કિંમતના દાગીના ચોરી ગયાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.