લ્યો બોલો, ભાજપ ધારાસભ્યના ફેમીલી મેમ્બરને ગઠીયો જાહેરમાં લુંટી ગયો- જુઓ સીસીટીવીમાં કેદ થયેલ સમગ્ર ઘટના

સુરત(Surat): શહેરમાં અવર નવાર લુંટ(Robbery)ની ઘટના સામે આવતી રહે છે. સુરતમાં લુંટના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. ત્યારે સુરતના રૂસ્તમપુરા(Rustampura) વિસ્તારમાં ધારાસભ્યના ભાઈનો ફોન એક ગઠીયો લઈને ફરાર થઇ ગયો હતો. ધારાસભ્યના ભાઈએ તેમને પકડી પાડવા પીછો પણ કર્યો હતો પરંતુ ગઠીયો તેના હાથમાંથી નાસી છુટ્યો હતો.

શહેરના રૂસ્તમપુરામાં ધારાસભ્યના અરવિંદ રાણા(Arvind Rana)ના ભાઇનો મોબાઇલ તફડાવી ગઠિયો ભાગી છૂટ્યો હતો. મળતી વિગતો પ્રમાણે નવાપુરા- નવઘડિયા શેરી ખાતે રહેતા રમેશભાઇ શાંતિલાલ રાણા પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. રમેશભાઇ ભાજપ(BJP)ના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાના નાના ભાઇ છે. ૨મેશભાઇ ગત તારીખ 22મીએ સાંજે પોણા સાત વાગ્યે મોપેડ પર પ્રિન્ટિંગ પ્રેસનો માલ લઇ ઉધનાથી ઘર તરફ જઇ રહ્યા હતા.

ત્યારે રૂસ્તમપુરામાં આશાપુરા માતાજીના મંદિર પાસે એક અજાણ્યા યુવકે તેમની મોપેડ પાસે ઊભા રહી જઇ “દેખ કે ગાડી નહિ ચલા શકતા” એમ કહી ઝઘડાનું નાટક કર્યો બાદ તેમની નજર હટાવીને શર્ટના ઉપરના ખિસ્સામાં મૂકેલો 15 હજારની કિંમતનો મોબાઇલ ચોરી લીધો હતો. ગઠિયો મોબાઇલ ચોરીને ઘટનાને અંજામ આપીને ભાગી ગયો હતો. રમેશભાઇએ તેનો પીછો પણ કર્યો હતો પણ ગઠિયો સ્થાનિક ગલીમાં ઘૂસી ફરાર થઇ ગયો હતો. આ અંગે રમેશ રાણાએ ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે અજાણ્યા સામે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટના પરથી કહી શકાય કે, સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા (law and order situation)ની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે. 48 કલાકમાં સુરતમાં એક લુંટનો કે હત્યાનો ગુનો દાખલ થતો હોય છે. હવે વધુ એક લુંટનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *