Anand accident news: રાજ્યમાં અકસ્માત સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. અકસ્માતની એવી જ એક ઘટના આણંદના બોરસદ-રાસ રોડ ઉપર સામે આવી રહ્યી છે. આ અકસ્માત(Anand accident news) એટલો ગંભીર હતો કે આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકો હવામાં ફૂટબોલની જેમ રોડ પર ઉછાળ્યા હતા. જેથી પિતા તેમજ બે પુત્રીઓ રોડ પર નીચે પટકાયાં હતાં. જ્યારે માતા 15 ફૂટ ઊછળી રોડથી દૂર બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી.
આ અકસ્માતની ઘટનામાં એક પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે પિતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.તેમજ માતા અને એક પુત્રી હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.અકસ્માતને પગલે રોડ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમજ આ અકસ્માતના હચમચાવી નાખતા CCTV પણ સામે આવી રહ્યા છે.જેમાં સેકન્ડની ભૂલ મોતના માતમમાં ફેરવાઈ હોય તેવું સાફ સાફ જોવા મળી રહ્યું છે. ત્યારે આવો આ સમગ્ર ઘટનાને વિસ્તારથી જોઈએ.
એક્ટિવા પર સવાર પરિવારને કારે અડફેટે લીધો
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ મહેસાણામાં ટ્રકે એક રિક્ષાને ટક્કર મારતા એક જ ગામના ચાર લોકોનાં મોત નીપજ્ય હતા. ત્યારે આજે આણંદ જિલ્લામાંથી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં એક પરિવારનો માળો વિખેરાયો ગયો હતો. એક્ટિવા પર જઈ રહેલા પરિવારને એક કારચાલકે અડફેટે લીધા હતા. કારચાલકે જોરદાર ટક્કર મારતા માતા-પિતા અને બે પુત્રી ફંગોળાઈ ગયાં હતાં.
આણંદમાં સર્જાયો ભયંકર અકસ્માત: બેફામ કારચાલકની ટક્કરથી 15 ફૂટ હવામાં ફંગોળાયો પરિવાર, પિતા-પુત્રીનું મોત pic.twitter.com/lTiyaQn1Xi
— Trishul News (@TrishulNews) November 6, 2023
બે લોકોની જિંદગી રોડ પર જ ખતમ થઈ ગઈ
આ અકસ્માતના CCTV પણ સામે આવી રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી પિતા અને પુત્રી ફૂટબોલની જેમ ઊછળીને રોડ પર નીચે પટકાયાં હતાં. તેમજ માતા 15 ફૂટ ઊછળી બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી. પિતા અને પુત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. થોડી ઉતાવળના કારણે બે લોકોની જિંદગી રોડ પર જ ખતમ થઈ ગઈ હતી. તેમજ માતાને અને અન્ય પુત્રીને પણ ઘણી ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. બીજી બાજુ અકસ્માત બાદ કારચાલક બોરસદ રૂલર પોલીસ મથકે હાજર થયો હતો.
માતા અને નાની પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ
બનાવની જાણ થતાં બોરસદ પોલીસની ટીમ તેમજ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી હતી અને ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે બોરસદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન કિરણભાઈ જાદવનું પણ મોત નીપજ્યું હતું. હાલ ઈજાગ્રસ્ત નિશાબેન અને તેમની નાની પુત્રી દેવાંશીની વાઘોડિયા સ્થિત હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે.
પરિણીતા પોતાના પરિવાર સાથે પિયરમાં જઈ રહી હતી
ફરિયાદી વિજયભાઈ ગોહેલ જણાવ્યું છે કે, અમારા ઘરે મરણનો શોક હોવાથી મારી બહેન નિશા, બનેવી કિરણભાઈ જાદવ તેમજ બંને ભાણી જિયા અને દેવાંશી ગઈકાલે સવારે એક્ટિવા લઈને દાવોલ સ્થિત મારા ઘરે આવવા નીકળ્યાં હતાં. તે દરમિયાન રસ્તામાં તેઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં મારા બનેવી અને એક ભાણીનું મોત નીપજ્યું છે. મારી બહેન અને નાની ભાણી હાલ સિરિયસ છે અને વાઘોડિયાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube