સુરત હીરા બુર્સના ઉદ્ઘાટનની પ્રથમ પત્રિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અપાઈ

CM Bhupendra Patel will inaugurate Surat Diamond Bourse: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના ખજોદ ખાતે સાકાર થયેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, સુરતમહાનગરપાલિકા તથા સુડાના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરત ડ્રીમ સીટી પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. સાથે મુખ્યમંત્રીએ ‘સુરત ડાયમંડ બુર્સ'(CM Bhupendra Patel will inaugurate Surat Diamond Bourse) સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહિયાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે. રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ થી હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે.

ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. અને દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી સુરતના ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્ય સરકાર આ માટે હરહંમેશ મદદરૂપ થશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર આયુષ ઓક, મ્યુ.કમિશનરશાલિની અગ્રવાલ, પોલિસ કમિશનર અજય તોમર, સુડાના સી.ઈ.ઓ., સુરત ડાયમંડ બુર્સના મથુરભાઈ સવાણી, સવજીભાઈ ધોળકિયા, બુર્સ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આવનારી તારીખ 21 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સ ઉપરાંત એરપોર્ટ,અને સુરત રેલવે સ્ટેશન અને અન્ય લોજીસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરે એવી શક્યતા છે.સુરતમાં ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાની તૈયારીમાં છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3000 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *