લીંબડી અમદાવાદ હાઇવે પર ઇકો ગાડીનું ટાયર ફાટતાં સર્જાયો ગોઝારો અકસ્માત- એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

Limbdi-Bagodara Highway Accident: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે ઉપર એક ગમખ્વાર અકસ્માત(Limbdi-Bagodara Highway Accident) સર્જાયો હતો.જેમાંલીંબડીના દેવપરાના પાટીયા પાસે ઇકો ગાડીનું ટાયર ફાટતા આ ઘટના બની હતી,જેના કારણે એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત થયું હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ ઘટનાના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી હતી.

એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે.લીંબડીના દેવપરાના પાટીયા પાસે ઇકો ગાડીનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ઘટનાસ્થળે જ એકનું મોત નીપજ્યું હતુ. અને આ ઘટનામાં સાત જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.તેમજ આ ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થયું હતું અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ અકસ્માતની ઘટનામાં એકના મોતથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.

આ અકસ્માતમાં 7 લોકોને પહોંચી ઇજા
આ અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.જે બાદ આ અકસ્માત અંગે પોલીસને જાણ કરાવમાં આવી હતી ત્યારે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ આ ઘટનાના પગલે લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ રાજકોટના સહકાર રોડ પર આવેલા ત્રિશુળ ચોકમાં અકસ્માતની ઘટના બની હતી. પુરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જોયો હતો. કાર ચાલકે કાબૂ ગુમાવતા એક મોટરસાયકલ અને એક રાહદારીને અડફેટે લીધા હતા. જેમાં એક વૃદ્ધ અને બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. જેમાં સારવાર દરમિયાન રાહદારીનું મોત નિપજ્યુ છે. આ સમગ્ર ઘટનાના ચોકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી આધારે પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે.