અમેરિકા, દિલ્હી બાદ હવે સુરતમાં બની રહ્યું છે અક્ષરધામ, જુઓ નિર્માણકાર્યની તસ્વીર

BAPS Swaminarayan Akshardham in Surat: દેશની રાજધાની નવી દિલ્હી અને રાજ્યના પાટનગર ગાંધીનગર કરતા પણ ભવ્ય સ્વામીનારાયણ અક્ષરઘામ મહામંદિર સુરતમાં તૈયાર થવા જઈ રહ્યું છે.…

BAPS Swaminarayan Akshardham in Surat: દેશની રાજધાની નવી દિલ્હી અને રાજ્યના પાટનગર ગાંધીનગર કરતા પણ ભવ્ય સ્વામીનારાયણ અક્ષરઘામ મહામંદિર સુરતમાં તૈયાર થવા જઈ રહ્યું છે. જેમાં કણાદ ખાતે નિર્માણાધિન આ મંદિરનું કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશ અને વિદેશમાં 1600થી વધુ મંદિરોનું નિર્માણ કર્યા બાદ હવે કણાદ ખાતે વિશ્વ કક્ષાનું મંદિર સાકાર થઈ રહ્યું છે. સ્વામીનારાયણ બીએપીએસ સંસ્થા(BAPS Swaminarayan Akshardham in Surat) દ્વારા દિલ્હી અને ગાંધીનગર તથા અમેરિકાના ન્યૂજર્સી ખાતે અક્ષરધામ બંધાવ્યા બાદ હવે સુરતમાં પણ અક્ષરધામ સાકાર થશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

BAPS હિન્દુ મંદિર રચીને એક વધુ કીર્તિમાન રચ્યો છે.
આ સ્વામિનારાયણ અક્ષરધામની રચના કરનાર BAPS સ્વામિનારાયણ સંસ્થા હિન્દુ મંદિરોના નિર્માણ માટે વિશ્વભરમાં એક આગવો રેકોર્ડ સ્થાપિત કરી ચૂકી છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ્રચંડ પુરુષાર્થથી 1600 કરતાં વધુ હિન્દુ મંદિરો રચીને વિશ્વના અનેક દેશોમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ સનાતન હિન્દુ ધર્મનું અને ભારતીય સંસ્કૃતિનું એક આગવું મોજું પ્રસરાવ્યું છે. વર્તમાન સમયે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ એ જ પરંપરાને વધુ વિસ્તારી રહ્યા છે. તાજેતરમાં જ UAEની આરબ ભૂમિ પર અબુધાબી ખાતે ભવ્ય BAPS હિન્દુ મંદિર રચીને તેઓએ એક વધુ કીર્તિમાન રચ્યો છે.

વધુ એક કીર્તિમાન રચ્યો
વર્તમાન સમયે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ એ જ પરંપરાને વધુ વિસ્તારી રહ્યા છે. તાજેતરમાં જ UAEની આરબ ભૂમિ પર અબુધાબી ખાતે ભવ્ય BAPS હિન્દુ મંદિર રચીને તેઓએ એક વધુ કીર્તિમાન રચ્યો છે.તેમજ એ જ શૃંખલામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી સુરતની ધરતી પર કણાદ ખાતે ભવ્ય BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રચાઈ રહ્યું છે.જે રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી કલાત્મક શિલ્પો અને નકશી સાથે આ અક્ષરધામ મહામંદિરનું નિર્માણ ભરપૂર વેગે ચાલી રહ્યું છે.

મહામંદિરના પ્રથમ સ્તંભનું આરોપણ કરવામાં આવ્યું
દક્ષિણ ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની આગવી પ્રસ્તુતિ કરતું આ સ્વામિનારાયણ અક્ષરધામ એક વિશ્વ સ્તરનું નજરાણું બની રહેશે. મહાન સંતવિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સન 2021માં આ સ્વામિનારાયણ અક્ષરધામનો શિલાન્યાસ કર્યો હતો. તાજેતરમાં તેઓના કરકમળો દ્વારા આ મહામંદિરના પ્રથમ સ્તંભનું આરોપણ પણ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના સમર્પિત સ્વયંસેવકો દ્વારા આ મહામંદિરના પથ્થર ઘડતરનું કાર્ય ખૂબ વેગપૂર્વક ચાલી રહ્યું છે.

સુરતની રોનકમાં થશે વધારો
​​​​​​​બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સુરતની ધરતી પર એક ભવ્ય શિખરબદ્ધ મંદિર અડાજણમાં તાપી તટે રચ્યું હતું. તે જ રીતે વરાછામાં પણ શિખરયુક્ત મંદિર તેઓની પ્રેરણાથી રચાયું છે. અડાજણના આ મંદિરમાંથી જ વિસ્તરીને કણાદનું આ ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ રચાઈ રહ્યું છે. જોકે, હજુ આ મહામંદિર અને તેનું સમગ્ર પરિસર ડિઝાઇન હેઠળ છે. સંસ્થાના સમર્પિત નિષ્ણાંતો અને અનુભવી સંતો આ મહામંદિર અને સમગ્ર પરિસરના વિકાસમાં મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ દિવસ-રાત પુરુષાર્થ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ આ અક્ષરધામનું નિર્માણ કાર્ય સંપન્ન થશે ત્યારે સુરતની રોનકમાં એક આગવું તેજસ્વી આકર્ષણ ઉમેરાઈ જશે. ઉલ્લેખનીય છે કે, તેનાથી સુરતમાં ટુરિઝમની દૃષ્ટિએ પણ ખૂબ લાભ થશે. આ મહામંદિરનું નિર્માણ વહેલી તકે સંપન્ન થાય તેની સુરતવાસીઓ આગવી પ્રતીક્ષા કરી રહ્યા છે.